________________
શ્રી નવકાર મંત્રના વિસ્તાર રૂપે રહેલું આ શ્રી ભક્તામર સ્તોત્ર જિન શાસનના પ્રસિદ્ધ રહસ્ય અને શક્તિશાળી મંત્ર "સૂરમંત્ર" સાથે પણ સંકળાયેલું છે. જિન શાસનના તમામ આચાર્યો સૂરિમંત્રની નિત્ય આરાધના-સાધના અને જાપ કરતાં જ હોય છે. આ સૂરિમંત્રની મહાન શક્તિનો સમાવેશ ભક્તામરની ગાથા નંબર ૧૨ થી ૧૯ અને ૨૧ થી ૨૬ સુધીમાં પણ છે. અર્થાત્ મહાન કારુણિક પૂ. આચાર્ય ભગવંત માનતુંગસૂરીશ્વરજી મહારાજાએ સૂરિમંત્ર જે માત્ર પૂ. આચાર્ય ભગવંતો દ્વારા જ સાધી શકાય છે. તે સૂરિમંત્ર જેવું ફલ પ્રાપ્ત થઈ શકે તેવી ઘણી શક્તિઓ ભક્તામર શ્લોકમાં ગુંથી છે. આવા અનુપમ અનુગ્રહના કારણે એક સામાન્ય-શ્રાવક પણ સૂરિમંત્રનો પ્રસાદ પામી શકે છે અને સૂરિમંત્રની આરાધનાથી મેળવાતાં ફળો પ્રાપ્ત કરી શકે છે.
ભક્તામરની ૧૨ (બાર) થી ૨૦ (વીસ) નવ ગાથાઓમાં સૂરિમંત્ર કેવી રીતે સમાયો છે તેનું રહસ્ય સમજાવો !
શ્રીભક્તામર સ્તોત્રની બારમી (૧૨ મી) ગાથાથી (૨૦ મી) વીસમી ગાથા સુધી મહાવિદ્યાઓ હોવાનું સ્પષ્ટપણે શ્રી સૂરિમંત્ર કલ્પમાં લખવામાં આવ્યું છે...
આચાર્ય પ્રવર પૂજ્ય સિંહતિલકસૂરિ વિરચિત મંત્રરાજ રહસ્યની ગાથા (૧૩) તેરથી (૩૯) ઓગણચાલીસ ગાથા સુધીમાં આઠ મહા વિદ્યાઓની સાધના-વિધિ બતાવાઈ છે.
પૂ. આચાર્યદેવ સિંહતિલકસૂરિજી મ.સા. આઠ વિદ્યાઓ નીચેના અનુક્રમથી આપી છે. ૧). બંધ મોક્ષિણી વિદ્યા, ૨) પરવિદ્યા છેદિની, ૩) સારસ્વત વિદ્યા, ૪) રોગાપહારી વિદ્યા, ૫) સ્થાવર વિષાપહારી તેમજ સર્વોપસર્ગહારી, ૬) અક્ષીણ કોષ (શ્રી સંપાદિની), ૭) દોષ નિર્નાશિની, ૮) સકલ અશિવોપશની વિદ્યા; આમ આઠ વિદ્યા બતાવી છે.
જ્યારે શ્રી ભક્તામર સ્તોત્રના કલ્પ પ્રમાણે પૂ. ગુણરત્નસૂરિજીએ આઠ વિદ્યાઓનો નીચે પ્રમાણે ક્રમ બતાવ્યો છે... અને નીચે પ્રમાણે ભક્તામરની ગાથા જોડી છે.
૧)
ગાથા ૧૨મી
૨) ગાથા ૧૩મી
૩)
ગાથા ૧૪મી
૪)
ગાથા ૧૫મી
૫)
ગાથા ૧૬મી
ગાથા ૧૭મી
૭)
૮)
ગાથા ૧૮મી
ગાથા ૧૯મી
શ્રી સારસ્વત વિદ્યા
શ્રી રોગાપહારી વિદ્યા
શ્રી વિષાપહારી વિદ્યા
શ્રી બંધમોક્ષિણી વિદ્યા
શ્રી સંપાદિની વિદ્યા
શ્રી પવિદ્યા ઉચ્છેદિની વિદ્યા...
શ્રી દોષ નિર્માશિની વિદ્યા...
શ્રી અશિવોપશમની વિદ્યા...
ગૌમુખ યક્ષ
આ જ ક્રમ પૂ. આચાર્ય જિનપ્રભસૂરિ કૃત બૃહત્ શ્રી સૂરિમંત્ર કલ્પના વિવરણ સાથે મેળ ખાય છે.
એ છતાંય ત્રણેય મહાપુરૂષોએ બતાવેલ લબ્ધિ પદોમાં ખાસ કોઈ ફરક નથી. જે ફરક છે તે નીચે બતાવ્યો છે.
શ્રી સંપાદિની અને દોષનિર્માશીની આ બંને વિદ્યાઓમાં ગુણાકરસૂરિજી અને સિંહતિલકસૂરિજી કરતા જિનપ્રભસૂરિજી એક એક વૃદ્ધિપદ ઓછું આપે છે. જ્યારે અશિવોપશમની વિદ્યામાં સિંહતિલકસૂરિજી નવ ઋદ્ધિપદો આપે છે. ગુણાકરસૂરિજી આઠ ઋદ્ધિપદો આપે છે અને જિનપ્રભસૂરિજીએ પાંચ પદો આપેલા છે. (સૂરિમંત્ર કલ્પ પૃષ્ઠ ૮૩) પણ જિનપ્રભસૂરિજીને પણ આઠ પદો સંમત હશે તેવું લાગે છે કારણ તેઓ જણાવે છે કે અશિવોપશમનીની પ્રત્યેક વિદ્યાનો સંબંધ પ્રાતિહાર્યો સાથે ક૨વો ! પ્રાતિહાર્યો તો આઠ છે એ પ્રસિદ્ધ જ છે.
૧)
ભક્તામર ટીકામાં માત્ર શ્રી સંપાદિની વિદ્યામાં એક ઋધ્ધિ પદ વધારે છે...
૨)
અને દોષ નિર્નાશિની વિદ્યામાં પણ એક પદ જિનપ્રભસૂરિજી મ.સા. બતાવેલ તેનાં કરતા વધારે છે... ૩) તેમજ, અશિવોપશમની વિદ્યામાં ત્રણ પદ વધારે છે.
XXXXXXXXX
Jain Education International 2010_64
આચાર્ય જિનપ્રભસૂરિજી મ. સાહેબે ૩૨ પદની પણ અશિવોપશમની વિદ્યા બતાવી છે !
શ્રી સૂરિમંત્રના મહાન અને સમર્થ બીજા પણ કલ્પકારોએ આ જ પ્રમાણે આઠ મહાવિદ્યાઓનો ક્રમ આપ્યો છે... આચાર્ય પ્રવર પૂ. રાજશેખરસૂરિજી જે પાઠ આપે છે. તેનું શબ્દશઃ અહીં ભાષાંતર આપવામાં આવ્યું છે...
ના રહસ્ય-દર્શન
For Private & Personal Use Only
૨૬૧ www.jainelibrary.org