________________
કાવ્ય : ૨૨
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી અને યંત્ર પાસે રાખી કંઠમાં ધારણ કરવાથી દુર્ભગા સ્ત્રી પણ સુભગા થાય છે. વળી વિધિપૂર્વક પવિત્ર થઈને ઉત્તર દિશાએ સિંહાસન ઉપર ચક્રેશ્વરી દેવીની મૂર્તિ સ્થાપીને અથવા પવિત્ર જલનો ભરેલો ઘડો સ્થાપન કરીને, તેના ઉપર શ્રીફલ મૂકીને, ભીંતપર ઘી તથા સિંદૂરથી ચક્ર આલેખીને, તેની સન્મુખ નિરંતર ૧૦૮ જાપ કરી પંચામૃતથી યંત્રનું પ્રક્ષાલન કરીને, તે પ્રક્ષાલનનું ન્હવણ વ્યંતરાદિ દોષથી ગ્રસિત થએલ સ્ત્રી અગર પુરુપને પીવડાવવાથી સર્વ દોષથી મુક્ત થાય છે.
કાવ્ય : ૨૩
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરીને, યંત્ર મસ્તકને વિષે ધારણ કરવાથી આત્મરક્ષા થાય છે. વળી ચંદ્ર બલવાન હોય અને શુભયોગ હોય તે દિવસે વિધિપૂર્વક પવિત્ર થઈને ઉત્તર દિશાએ સિંહાસન૫ર શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ સ્થાપન કરી, દીપ, ધૂપ, પુષ્પ, નૈવેદ્ય, શ્રીફલ તથા સ્વાદિષ્ટ અને પરિપકવ ફલો વગેરે સામગ્રી એકઠી કરીને તે મૂર્તિની સન્મુખ ધરાવીને, સફેદ વસ્ત્ર પહેરીને; સફેદ આસન પર બેસીને, પંચામૃતથી શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિનું પ્રક્ષાલન કરી, પછી રૂપાનાં પતરાં ઉપર અથવા આંબાની પાટી પર અષ્ટગંધથી યંત્ર લખી; પૂજન કરી, આરતી કરી, સફેદ જપમાલાથી બાર હજાર જાપ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે. કાર્ય પડે ત્રણ વાર મંત્ર સ્મરણ કરવાથી રક્ષા થાય છે.
કાવ્ય : ૨૪
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરી, યંત્ર મસ્તકે ધારણ કરવાથી આધાશીશી, સૂર્યવાત તથા માથાના વેગ વગેરે મસ્તકના સર્વ રોગ દૂર થાય. વળી પહેલાં વિધિ પૂર્વક આ મંત્રની સાધના કરીને, પવિત્ર થઈ રાતાં વસ્ત્ર પહેરીને, પાણીનો ભરેલો ઘડો સ્થાપન કરીને, સિંહાસન ઉપર સૂર્યની મૂર્તિ સ્થાપન કરવી. વળી ગૌતમસ્વામીની મૂર્તિ સ્થાપન કરીને, બંને મૂર્તિઓ અષ્ટગંધથી પૂજીને, તામ્રપત્ર પર અષ્ટગંધથી યંત્ર લખીને, પૂજા કરી, આગળ સ્થાપન કરીને રાતાં પૂષ્પથી પૂજીને આરતી સુધી વિગેરે આગળ કહી ગયા છીએ તે પ્રમાણે વિધિ સર્વ કરીને રક્ત જપમાલાથી ૧૦૦૮ જાપ કરી, પંચામૃતથી યંત્ર પખાલી સાત દિવસ સુધી નિરંતર પીવડાવવાથી મસ્તકના સર્વ રોગ મટે છે.
કાવ્યઃ ૨૫
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ, મંત્રનું સ્મરણ કરીને યંત્ર પાસે રાખવાથી અગ્નિનું દિવ્ય કરતી વખતે અગ્નિ ઠંડી થઈ જાય છે. વળી વિધિપૂર્વક પવિત્ર થઈને રક્તવસ્ત્ર પહેરીને, પૂજા સામગ્રી, સર્વ પહેલાંની માફક મૂકીને, સિંહાસન ઉપર ચક્રેશ્વરીની મૂર્તિ સ્થાપન કરીને, વળી ક્ષેત્રપાળની મૂર્તિ સ્થાપન કરી, પંચામૃતથી બંનેનું પ્રક્ષાલન કરી, ચક્રેશ્વરીની અષ્ટગંધથી પૂજા કરી ક્ષેત્રપાળનુ મૂર્તિનું સિંદૂરથી પૂજન કરી પછી અષ્ટગંધથી તામ્રપત્ર પર યંત્ર લખીને, યંત્રની પૂજા કરી, તેની સ્થાપના કરી સુગંધવાળા રાતાં પુષ્પથી પૂજા કરી, આરતી સુધી બધી ક્રિયાઓ પહેલાં કહી ગયા છીએ તે પ્રમાણે કરી, રાતી જપમાલાથી બાર હજાર જાપ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે. પછી કાર્યવેલાએ સાતવાર સ્મરણ કરીને અગ્નિની સામે જોવાથી અગ્નિ ઠંડી થઈ જાય છે.
કાવ્યઃ ૨૬
વિધિ : પ્રથમ શુભદિને ચંદ્રમા બલવાન હોય તે જોઈને, પૂજા સામગ્રી ભેગી કરીને અર્ધરાત્રિએ, અપરાહ્નકાલ સમયે, પવિત્ર થઈને, રક્ત વસ્ત્ર પહેરીને, જમીન પર નહિ પડેલું એવું ગાયનું છાણ લઈને, તેમાં કંકુ મેલવીને, પવિત્ર જલથી ઉત્તર દિશાએ ગહુંલિકા દઈને, ભૂમિ પવિત્ર કરી, તેના ઉપર સિંહાસન સ્થાપીને, તે સિંહાસન પર સોનાની બનાવેલી ચક્રેશ્વરી દેવીની મૂર્તિની સ્થાપના કરીને, પંચામૃતથી મૂર્તિનું પ્રક્ષાલન કરી, અષ્ટગંધથી પૂજન કરી, તામ્રપત્ર પર અષ્ટગંધથી આ યંત્ર લખીને; પૂજીને સ્થાપન કરવો, રાતાં ફૂલથી પૂજા કરવી, ફળ નૈવેદ્ય, દીપ, ધૂપાદિક આરતી સુધી સર્વે વિધિ કરવી. સન્મુખ રહીને રાતી જપમાલાથી આ કાવ્ય, ઋદ્ધિ અને મંત્રનો ૧૨૦૦૦ જાપ કરતાં મંત્ર સિદ્ધ થવાથી પ્રાણાંત કષ્ટ ઉપસ્થિત થયું હોય તે પણ દૂર થઈ જાય છે.
Jain Education International 2010_64
For Private Personal Use Only
તેમના યંત્ર આરાઘના વિધિ
૧૬૫
www.jainelibrary.org