________________
કાવ્ય : ૯
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રનો જાપ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી માર્ગે ચાલતા ચોર અથવા ધાડનો ઉપદ્રવ ટળે, વળી ઘરમાં ચારખૂણે ચાર કાંકરી ૧૦૮ વાર મંત્રી મૂકીએ તો ચોર પેસવા પામે નહીં. ચોર ચંભિત થઈ જાય છે.
કાવ્યઃ ૧૦
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ અને મંત્રનું સ્મરણ કરીને, યંત્ર પાસે રાખવાથી ધૂતમાં પરાજય ન થાય. વળી કલહરાટી કરીને રાજદરબારમાં જવાથી જય થાય છે. પોતાનું બોલ્યુ વચન બધાં પ્રમાણ કરે, ક્રોધે ભરાએલો એવો સામેનો વાદી પ્રણામ કરે.
કાવ્ય : ૧૧
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્ર જપવાથી તથા યંત્ર પાસે રાખવાથી ગઈ વસ્તુ પાછી મળે, ખોવાયેલા મનુષ્ય, દાસ, દાસી પણ પાછા મળી આવે. ચારે દિશા તરફ ઉભા રહીને દરેકે દરેક દિશાએ ૧૦૮ જાપ કરવાથી ગયેલી વસ્તુ તથા સગાં; સ્નેહી, દાસ તથા દાસી વગેરે તુરત જ પાછાં મળી આવે. ઈદ્રધ્વજ શણગારી, જલયાત્રા કરવી, વાજીંત્ર, ગીત, નૃત્ય તથા પંચામૃતની જલધારા દઈ, અમારી પડહો દેવડાવી, બલિ, બાકુલા ઉંચે ઉછાળી નગરના સર્વ દેવદેવીઓને નૈવેધ તથા ફલથી પુજીને અષ્ટમભક્તા કરી, દીપ, ધૂપ નૈવેદ્ય કરી સફેદ નવકારવાલીથી ઉભા ઉભા ચારે દિશાએ એક એક નવકારવલી ગણી, સફેદ સરસવના ૧૨000 બાર હજાર દાણા પર ૧૨૦૦૦ મંત્ર ગણીને તે મંત્રેલા સરસવ ઉછાળવાથી જલની વૃષ્ટિ નિશ્ચય કરીને થાય છે.
કાવ્ય : ૧૨
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ અને મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્રને પાસે રાખવાથી જે કન્યા પોતાને ઈષ્ટ હોય તેની સાથે પાણિગ્રહણ થાય, વળી સ્ત્રી રીસાઈને ચાલી ગઈ હોય તો પાછી મળે.
કાવ્ય : ૧૩
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ તથા સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી ચોરનો ભય ઉપસ્થિત થતો નથી, રસ્તે ચાલતાં કાંકરી ૭ અથવા માટીના ૭ કકડા લઈ ૧૦૮ વાર મંત્રી ચારે દિશામાં નાખવાથી ચોરનો ભય ઉપસ્થિત થતો નથી. ઘરના ચાર ખૂણામાં ચાર કાંકરી મંત્રીને નાંખીએ તો ચોર ચોરી કરવા પેસે નહિ.
કાવ્ય : ૧૪
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ અને મંત્રનું સ્મરણ કરવાથી અને યંત્રને મસ્તકે, ભુજાએ અથવા હૃદય પર ધારણ કરવાથી સરસ્વતી પ્રસન્ન થાય છે, વળી મહામૂર્ખ હોય તો પણ ચારે પ્રકારે બુદ્ધિમાન થાય છે. વળી પવિત્ર થઈને સફેદ વસ્ત્ર પહેરે, સફેદ જપમાલાથી ત્રણે કાળ ૧૦૮ વાર જાપ કરી, દીપ, ધૂપ, ઘી, ગુગલ, કસ્તૂરી, કેશર, કપૂર, સુખડ, રતાંદળી, અગર, શિલારસ વગેરેની ઘી મિશ્રિત ગુટીકા ૧૦૮ કરી હંમેશા હોમ કરવાથી અને ત્રણે કાળ સરસ્વતી દેવીની મૂર્તિની સુગંધી દ્રવ્યોથી પૂજા કરવાથી મહામૂર્ખ પણ વિદ્વાનું થાય છે, સંપૂર્ણ વિદ્યા, ગુણ તથા લક્ષ્મીની વૃદ્ધિ પ્રાપ્ત કરે છે.
કાવ્ય: ૧૫ વિધિ : આ કાવ્ય, અદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી અને યંત્ર કમરે બાંધવાથી રાત્રે સ્ત્રી ભોગ કરતી વખતે પોતાના વીર્યનું અલન થતું નથી. વળી દિવસે સૂઈ ગયા હોઈએ, તે વખતે નિંદ્રામાં ખરાબ સ્વપ્ન (કામક્રીડા સંબંધીનું) જોવામાં આવે તો પણ વીર્યનું ખુલન થતું નથી. વળી કદાચિત્ પૂજા, વિધિ દીપ, ધૂપ, નૈવેધ, ફલ, પુષ્પ શ્રીફલાદિ સામગ્રી કરતી વખતે, દેવતા, દેવાંગના જેવું સુંદર સ્વરૂપ દિવસે દેખાડે તો પણ રાત્રિના વિષે પોતાના શીયલના પ્રભાવથી પર સ્ત્રી ગમન સ્વપ્ન ન દેખાય અને શીયલની શુદ્ધિ પળાય.
(યંત્ર આરાઘના વિધિ
યંત્ર આરાધના વિધિ
૧૬૩)
૧૬૩)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org