________________
પરિશિષ્ટ
પરિશિષ્ટ-૧ (કાવ્ય : ૩૨; ગાથા ૪૮ પ્રમાણે)
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરીને, યંત્ર કમ્મરે બાંધવાથી પેટની પીડા, ગોળો, શૂલ, સંગ્રહણી વગેરે રોગોની શાંતિ થાય છે. વળી આ વિધિથી સાધના કરવી. પવિત્ર થઈ, પીળાં વસ્ત્ર પહેરીને, જલથી ભરેલા ઘડાની સ્થાપના કરી, તેના ઉપર શ્રીફલ મૂકી, સિંહાસન ઉપર અક્ષતથી ષટ્કોણ આકૃતિ કરીને, તે ષટ્કોણની મધ્યે સાડાત્રણ વાલની તાંબાની વીંટી પોતાની તર્જની આંગળીમાં આવે એવી કરાવી સ્થાપન કરવી, પછી વિધિપૂર્વક ચક્રેશ્વરી દેવીની પૂજા કરીને સ્થાપના કરવી અને યંત્રને તાંબાના પતરાં પર લખી સુગંધી પુષ્પોથી પૂજન કરી પછી પીળી જપમાલથી ૧૦૦૮ જાપ કરી મંત્ર સિદ્ધ કરવો. ગોળાના રોગીને પંચામૃત ૨૧ વાર મંત્રીને પાવાથી તથા તામ્રમુદ્રિકા હાથે ધારણ કરાવવાથી ગોળો શાંત થઈ જાય છે.
પરિશિષ્ટ-૨ (કાવ્ય : ૩૩; ગાથા ૪૮ પ્રમાણે)
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ અને મંત્રનું સ્મરણ કરીને, ગળામાં યંત્રને ધારણ કરવાથી તાવ એકાંતરો, વેલા જ્વર, તૃતીય જ્વર, ચતુર્થ જ્વર, શીત જ્વર, ઉષ્ણ જ્વર વગેરે દશ જાતિના તાવની પીડા શાંત થઈ જાય છે. વળી આ વિધિથી સાધના કરવી-શરીરે પવિત્ર થઈને, સફેદ વસ્ત્ર ધારણ કરીને, પાણીથી ભરેલો ઘડો સ્થાપીને પૂર્વ દિશાએ સિંહાસન ઉપર ચક્રેશ્વરીની સ્થાપના કરી, પછી પહેલાં કહી ગયા છીએ તે વિધિએ પૂજાની સામગ્રી એકઠી કરી, પૂજન કરી, પંચવર્ણના પુષ્પથી પૂજન કરી, આંબાની પાટી પર યંત્રની સ્થાપના કરી, પ્રથમની વિધિથી ૧૦૦૮ ગુગલની ગુટિકા પર કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રનો પાઠ કરી, ધૂપમાં હોમ કરવો અથવા સફેદ માલા પર પાઠ કરી ગુટિકાઓનો સામટો હોમ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે. સિદ્ધ થયા પછી કુમારિકાએ કાંતેલાં સુતરના ૨૧ તાર લઈને દરેક તાર પર ૨૧ વાર મંત્ર ભણીને તાવ વાળાના હાથે યંત્ર સહિત બાંધવાથી સર્વ જાતના તાવનો વ્યાધિ શાંત થઈ જાય છે.
પરિશિષ્ટ-૩ (કાવ્ય : ૩૪; ગાથા ૪૮ પ્રમાણે)
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરીને યંત્ર સ્ત્રીના ગળામાં અથવા કમ્મરે ધારણ કરાવવાથી કસુવાવડ થતી નથી અને સંપૂર્ણ માસે, ગર્ભ પરિપક્વ થયા પછી ગર્ભનો પ્રસવ થાય છે. વળી આ વિધિથી મંત્રની સાધના કરવી-પવિત્ર થઈ, સફેદ રેશમી વસ્ત્ર પહેરીને, પંચામૃતથી ભરેલો કલશ ઉત્તરદિશાએ સ્થાપન કરીને વિધિપૂર્વક પૂજન સામગ્રી નૈવેધ ફલાદી સર્વ તૈયાર કરી, અષ્ટગંધથી ચક્રેશ્વરીની પૂજા કરી સ્થાપના કરી, પછી ભૈરવની મૂર્તિ તેલ સિંદુરથી પૂજીને, સ્થાપન કરી તે બન્નેને પંચવર્ણી પુષ્પથી પૂજીને, આંબાની પાટલી ઉપર અથવા રૂપાના પતરાં ઉપર યંત્ર લખીને, સ્થાપન કરીને, સફેદ જપમાલથી બાર હજાર જાપ જપીને મંત્ર સિદ્ધ કરવો. સ્ત્રીના ડાબા અંગુઠાથી માથાના ચોટલા પર્યંતના માપનો પંચરંગી સૂત્રનો નવસેરો દોરો લઈને, તેને નવ ગાંઠ દેવી. એકેક ગાંઠ દેતી વખતે ત્રણ ત્રણ વખત મંત્ર ભણીને કંઠે યંત્ર સહિત સ્ત્રીને ધારણ કરાવવાથી અધૂરો ગર્ભપાત થતો નથી.
પરિશિષ્ટ-૪ (કાવ્ય : ૩૫; ગાથા ૪૮ પ્રમાણે)
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી, તથા યંત્ર મસ્તકે ધારણ કરવાથી મરકી તથા દુર્ભિક્ષનો ભય ઉપસ્થિત થતો નથી. વળી આ વિધિથી મંત્ર સિદ્ધ ક૨વો - પવિત્ર થઈ, સફેદ વસ્ત્ર પહેરી, પ્રથમ બતાવેલી વિધિ પ્રમાણે સર્વ સામગ્રી એકત્રિત કરીને, ચક્રેશ્વરીની પૂજા કરીને, પંચામૃતથી ભરેલા કલશની સ્થાપના કરીને આંબાની પાટલી ઉપર અષ્ટગંધથી યંત્ર લખીને, પંચવર્ણી ફૂલોથી પૂજન કર્યા બાદ સફેદ આસન ૫૨ બેસી, સફેદ જપમાલથી ૧૨૫૦૦ સાડા બાર હજાર જાપ સાત દિવસમાં પુરા કરવાથી મંત્ર સિદ્ધ થાય છે. મંત્ર સિદ્ધ થયા પછી યંત્રનું નિરંતર પૂજન કરીને, કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રના સાત વાર જાપ કરીને મરકીના રોગીને પંચામૃત ૧૦૮ વાર મન્ત્રીને પીવડાવવાથી મરકીનો રોગ નાશ પામે છે. તથા દુર્ભિક્ષનો ભય ઉપસ્થિત થતો નથી.
યંત્ર આરાઘના વિધિ
૧૭૦
Jain Education International 2010_64
For Private Personal Use Only
www.jainelibrary.org