________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આ જેને તેને ન આપશો. આજે તો પ્રિન્ટીંગ પ્રેસમાં છપાઈ ગયું. પૂછવાની જરૂર જ ક્યાં છે?
આત્મસિદ્ધિ શાસ્ત્ર પરમ ગંભીર દ્રવ્યાનુયોગનો ખજાનો છે. દ્રવ્યાનુયોગ જૈન દર્શનનો નિચોડ છે. જૈન દર્શનના રહસ્યો આમાં છે. “પ્રવચન સમુદ્ર બિંદુમાં ઊલટી આવે એમ.” (શ્રી રાજચંદ્રજી) પચાસ લાખ રોકડા રૂપિયા બહાર ગામ લઈ જવા હોય તો ખટારો જોઈએ, પણ પચાસ લાખનો ડ્રાફટ ખીસામાં હોય તો કાંઈ ચિંતા ખરી? બોજો ખરો? આત્મસિદ્ધિ એ જૈનદર્શનનો ડ્રાફટ છે. જૈનદર્શનના આત્મવાદ, કર્મવાદ, મોક્ષવાદ, સાધનવાદ, જ્ઞાન અને ક્રિયા, ઉપાદાન અને નિમિત્ત, નિશ્ચય અને વ્યવહાર, મતાર્થી અને આત્માર્થી, જિજ્ઞાસુ અને મુમુક્ષુ, બોધિબીજ, ગુરુશિષ્ય, ભેદજ્ઞાન, મૂળ રોગ અને તેનું પથ્ય, સમર્પણ, જ્ઞાતાદૃષ્ટા આ બધા જ ગંભીર રહસ્યો આમાં સમાઈ ગયા છે. સદેહીની વાત પણ ખરી, જ્યારે દેહમાં હોય. વિદેહીની વાત પણ ખરી જેમ કે “દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત.” અને અદેહીની વાત પણ ખરી “સર્વ જીવ છે સિદ્ધ સમ’ આમ ત્રણેયની વાત આમાં છે.
નિશ્ચય-વ્યવહારની, જ્ઞાન-ક્રિયાની અને કર્તા-કર્મની વાત છે, પણ તાણાતાણ કરવાની જરૂર નથી. તેમણે કહ્યું છે કે “નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં, બન્ને સાથે રહેલ.' અમારી વાત એકાંગી નથી, સર્વાગી છે. આ મતની વાત નથી, સંપ્રદાયની વાત નથી, આગ્રહ કે કદાગ્રહની વાત નથી, આ માન્યતાની વાત નથી, માની લીધેલી વાત નથી પણ અમારા અનુભવથી અમે કહીએ છીએ. કબીરજીએ પણ કહ્યું છે કે, કાગળ મસી છુઓ નહીં. અમે અનુભવથી કહીએ છીએ.
તમામ શાસ્ત્રોનો સાર સર્વાગીપણે અને અનેકાંતના પાયા ઉપર આત્મસિદ્ધિમાં કહ્યો છે. આપણે આત્મસિદ્ધિના એક એક શબ્દને વાગોળવો છે, ઘૂંટવો છે, પીવો છે, ચાખવો છે અને એનો રસ માણવો છે. આ પ્રસ્તાવના થઈ.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org