________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૪૭
પ્રવચન ક્રમાંક - ૨૨
ગાથા ક્રમાંક - ૨૩, ૨૪ મતાર્થીના લક્ષણો - ગુરુતત્ત્વ સંબંધી ભૂલ
હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ;
તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. (૨૩) બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય;
અથવા નિજકુળ ધર્મના, તે ગુરુમાં જ મમત્વ. (૨૪) ટીકા જે મતાર્થી જીવ હોય, તેને આત્મજ્ઞાનનો લક્ષ થાય નહીં, એવાં મતાર્થી જીવનાં અહીં
નિષ્પક્ષપાતે લક્ષણો કહ્યાં છે. (૨૩) જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે, પણ આત્મજ્ઞાન નથી અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તો પોતાના કુળધર્મના ગમે તેવા ગુરુ હોય તો પણ તેમાં જ મમત્વ રાખે. (૨૪)
હવે આપણે ઘણાં ઊંડાણમાં પ્રવેશ કરીએ છીએ. આ સૂક્ષ્મ ચિંતન છે. “જીવ વ્રત કરે, તપ કરે, જપ, ધ્યાન અને અનુષ્ઠાન કરે. સંન્યાસ લે, એકાંતમાં જાય, જંગલમાં જાય, મૌન રહે, આશ્રમમાં જાય, મંદિરમાં જાય, તીર્થમાં ફરે, ઉપવાસ અને માળા તથા પૂજા કરો, દાન, પુણ્ય કરે.' પરંતુ તેને એ નથી સમજાતું કે આ બધાને નિષ્ફળ કોણ બનાવે છે? આટલી બધી મથામણ કરવાં છતાં પ્રયત્નો નિષ્ફળ જતાં હોય તો જાગૃત માણસે તેનાં કારણો શોધવા જોઈએ.
પરમકૃપાળુદેવે બહુ ગંભીરતાથી કહ્યું છે કે, “વહ સાધન બાર અનંતકિયો, તદપિ કછુ હાથ હજુન પર્યો. બહુ નવાઈની વાત એ છે કે યમ નિયમથી શરૂઆત કરી અને પછી કહ્યું કે આ બધા સાધનો છે, તે એક વખત નહિ પણ અનંતવાર કરેલ છે, પણ હજુ કાંઈ હાથમા નથી આવ્યું. આપણે જ્યાં જ્યાં ગયા છીએ, ત્યાં ત્યાં તે ભૂમિકા પ્રમાણે ધર્મ સાધનામાં ભાગ લીધો હશે, શુભકર્મો કર્યા હશે અને શુભકર્મો એટલે પુણ્યનાં ફળ પણ ભોગવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org