________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૬૭
પ્રવચન ક્રમાંક - ૩૩
ગાથા ક્રમાંક - ૩૬ ત્રણે કાળમાં પરમાર્થનો માર્ગ એક છે
એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ;
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત. (૩૬) ટીકા ત્રણે કાળને વિષે પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક હોવો જોઈએ, અને જેથી તે
પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ; બીજો નહીં. (૩૫) “ત્રણે યોગ એકત્વથી, આ ૩૫ મી ગાથાના થોડા અંશોને ફરી જોઈ લઈએ.
મન, વાણી અને શરીર આ ત્રણ સાધનો બંને પક્ષે કામ કરે છે. સંસાર વધારવો હોય તો પણ ત્રણ સાધનો જોઈએ, અને સંસાર ઘટાડવો હોય તો પણ ત્રણ સાધનો જોઈએ, અને સંસારથી મુક્ત થવું હોય તો પણ ત્રણ સાધનો જોઈએ. જગતમાં જેટલાં સાધનો છે તે તટસ્થ છે. તે જેના હાથમાં છે તેનો વિવેક કેવો છે? જાગૃતિ અને સમજણ કેવાં છે? એનો આશય શું છે? એનો હેતુ શું છે? ભાવના શું છે? એની ઝંખના શું છે? તે પ્રમાણે તે સાધનનો ઉપયોગ કરે છે. સાધન હ પણ નહિ પાડે અને ના પણ નહિ પાડે. આટલી વાત સ્પષ્ટપણે સમજાઈ જવી જોઈએ. જે સાધનો (મન, વચન અને શરીર) છે તે કર્યતંત્રની વ્યવસ્થા ઉપર મળ્યાં છે. મળ્યાં છે કર્યતંત્રની વ્યવસ્થા ઉપર, પરંતુ તેનો ઉપયોગ અધ્યાત્મની અવસ્થા માટે કરી શકાય. ભૌતિક ક્ષેત્રમાં ત્રણ સાધનો જોઈશે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ ત્રણ સાધનો જોઈશે. આ વાત બરાબર લક્ષમાં લેજો, આના વગર નહિ ચાલે. વ્યવહારમાં પણ મન, વાણી અને શરીર વગર નહિ ચાલે અને અધ્યાત્મમાં પણ મન, વાણી, શરીર વગર નહિ ચાલે. આ સાધનો પ્રાપ્ત થાય છે તે પુણ્યથી પ્રાપ્ત થાય છે, અને તે કર્યતંત્રની વ્યવસ્થા છે. પરંતુ સાધનો મળ્યાં પછી આધ્યાત્મિક ક્ષેત્રમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમારી સ્વતંત્રતા છે. તમને પૂરેપૂરો અધિકાર છે, તમે વચ્ચે પુણ્ય કે ભાગ્યને લાવશો નહિ.
ભાગ્યનું ક્ષેત્ર નક્કી છે. હાનિ લાભ, જીવન મરણ, યશ અપયશ, સુખદુઃખ', આ બધું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org