________________
૪૦૦
પ્રવચન ક્રમાંક - ૩૫, ગાથા ક્રમાંક - ૩૮, ૩૯, ૪૦ છે, આને કહેવાય જોગ. સદ્ગુરુ સાથે જોગ થવો જોઈએ. માત્ર સદ્ગુરુ મળે તેમ નહિ, પણ જોગ થવો જોઈએ, અને જોગ એટલે આંતરિક ચેતનાનો સંબંધ, અને સાધકને એવો જોગ મળે તો શું થાય? મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય. જે દિવસે તમને સાચો મોક્ષમાર્ગ મળશે, તે દિવસે ભટકવાનું બંધ થશે.
મત મત ભેદ રે, જો જઈ પૂછીએ, સૌ સ્થાપે અહમેવ,
અભિનંદન જિન દરશન તરસીયે, દરશન દુર્લભ દેવ. (આનંદધનજી મ.) જ્યાં જ્યાં જઈને અમે જુદા જુદાને પૂછીએ, “સૌ અપની અપની ગાવે, સાચા મારગ કોઉ ન બતાવે.” અને એક વસ્તુ અપવાદરૂપ છે. ગુરુ જો હોય તો એક જ માર્ગ બતાવે, સદ્ગુરુ કહે તે જ માર્ગ તેના બે કારણો છે. એક તો તે અતીન્દ્રિય સૃષ્ટિમાં ડૂબકી મારીને આવેલ છે. એમણે અનુભવ કર્યો છે. અને બીજી વાત, સદ્ગુરુએ પૂર્વે ભાવ કરુણા કરી છે, જો ભાવ કરુણા કરી ન હોત તો પાછા ન આવત. અંદરમાં ડૂબકી મારવાનો આનંદ એવો છે, સમાધિ અને ધ્યાનનો આનંદ એવો છે કે આંખ ઉઘાડીને જોવાનું મન ન થાય, અને બોલવાનું તો મન થાય જ નહિ, છતાં તે આવ્યાં. આ સદ્ગુરુની વિશેષતા છે. અનુભવ તો એમણે કર્યો પણ કરુણા હોવાને કારણે એ અમૃત લઈને તેઓ આપણી પાસે પાછા આવ્યાં. “ચાલો, તમે પણ મારી સાથે ચાલો. આ અમૃતનાં કુંભ તમે પણ લો અને આસ્વાદ માણો.” એમ કહેવાં આવ્યાં. અને તે વખતે જે માર્ગ મળશે તે મોક્ષનો સાચો માર્ગ હશે. એ સત્ય અને પરમાર્થ માર્ગ હશે. આવી અવસ્થા ન હોય તો મોક્ષમાર્ગ પામે નહિ. મોક્ષમાર્ગ પામે નહિ તો નુકસાન શું? “મટે ન અંતર રોગ.” અંદરનો રોગ મટે નહિ. આ અંદરના રોગનાં ઘણાં નામો છે. એક જ નામ આપવું હોય તો તે છે મોહ અથવા અજ્ઞાન. બે નામ આપવા હોય તો રાગ અને દ્વેષ. ચાર નામ આપવા હોય તો ક્રોધ, માન, માયા, લોભ અને છ નામ આપવા હોય તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. અને અઢાર નામ આપવા હોય તો પ્રાણાતિપાત (હિંસા), મૃષાવાદ, (અસત્ય), અદત્તાદાન (ચોરી), મૈથુન (અબ્રહ્મ) વગેરે ૧૮ પાપસ્થાનક...
આ બધા રોગ છે. ક્રોધ, અહંકાર, આસક્તિ, કામવાસના પણ રોગ. બહુ સ્પષ્ટ શબ્દોમાં પરમકૃપાળુદેવે કહ્યું કે મોક્ષનો માર્ગ પામે નહિ, અને અંદરનો રોગ મટે નહીં. ઘટના ઘટવી જોઈએ ને, એને આધ્યાત્મિક સ્વરૂપ મળવું જોઈએ ને. પછી એમ કહે છે કે આવે જ્યાં એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય” ૩૮ અને ૩૯ ગાથામાં વર્ણવ્યું કે એવી દશા જીવને સદ્દગુરુના બોધથી પ્રાપ્ત થાય. ડૉક્ટર એમ કહેતાં હોય કે અત્યારે ૧૦૪ ડીગ્રી તાવ છે, તેમાં ખોરાક ન અપાય. તાવ ઊતરે પછી હળવો ખોરાક ખવાય. આપણે પૂછીએ કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org