Book Title: Atmasiddhishastra Part 01
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 482
________________ XX શબ્દાર્થ ગાથા - ૨૧ મોહનીય કર્મ-કર્મનાં આઠ પ્રકાર છે. તેમાં સૌથી પ્રગાઢ કર્મ મોહનીયકર્મ છે. મોહનીય કર્મ જીવને સંસારમાં રખડાવે છે અને સાચા ખોટાનાં વિવેકથી રહિત કરે છે. મોહનીયકર્મના બે પ્રકાર છે. દર્શન મોહનીય અને ચારિત્ર્ય મોહનીય. | દર્શનમોહનીય - પરમાર્થને વિષે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થ બુદ્ધિ કરાવે તેવું કર્મ. જીવને સ્વરૂપનું ભાન થવા ન દે. તત્ત્વની રુચિ અટકાવે તેવું કર્મ. મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા કરાવે તેવું કર્મ. દેહ છે તે જીવ છે અને જીવ છે તે દેહછે તેવી ઊંધી માન્યતા કરાવી અનંતકર્મોનો બંધ કરાવનાર કર્મ. ચારિત્ર મોહનીય કર્મ જીવને સુઆચરણ કરતાં રોકે છે, અટકાવે છે. દર્શનમોહ એટલે મિથ્યાત્વનો પ્રબળ વેગ જેનામાં છે તે મતાર્થી, દર્શનમોહ જેનો મોળો પડ્યો છે, મંદ થયો છે અને મુક્ત થવાની તાલાવેલી જેને લાગી છે તે મુમુક્ષુ, અને જેના દર્શનમોહનો ક્ષય ક્ષયોપશમ અથવા ઉપશમ થયો છે તે સમ્યગ્દષ્ટિ. અસગુરુ - જેને આત્માનો અનુભવ નથી, અને પોતાને આત્મજ્ઞાની મનાવે છે તે અસદ્ગુરુ છે. જે મંત્ર, તંત્ર અને ચમત્કારની વાતો કરી લોકોને ભરમાવે છે તે અસદ્દગુરુ છે. જે શાસ્ત્રોના અર્થ પોતાની મતિ કલ્પનાએ કરી પોતે સાચો છે તેમ બીજાને ભરમાવે છે તે અસદ્ગુરુ છે. જે પોતાના માન મેળવવા અને કીર્તિ ખાતર સત્ય માર્ગને સમજાવવાને બદલે લોકોને રસ પડે તેવી, બીજાને ઉતારી પાડે તેવી, રસપોષક વાતો કરી લોકોને પોતાના તરફ આકર્ષે તે અસગુરુ છે. જેને પૈસાની લાલચ છે, પોતાનો જુદો સંપ્રદાય સ્થાપવાની વૃત્તિ જે સેવે છે તે અસદ્દગુરુ છે. જે શિષ્યના વિનયનો લાભ લઈ પોતા પ્રત્યે વિનયની ફરજ પાડી પોતાનું માન વધારવા પ્રયત્ન કરે તે અસદ્દગુરુ . આ અસરનો મહામોહ છે. અસદૂગુરુ એ અધ્યાત્મ માર્ગમાં ઊંડી ખાઈ છે. પોતે ડૂબે અને બીજાને પણ ડૂબાડે છે. અસદ્દગુરુને બાહ્યત્યાગ હોઈ શકે પણ આત્માનો અનુભવ નથી, તેથી પોતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492