________________
XXII
શબ્દાર્થ
કરશે. તે મતાર્થી છે, માટે ટર્નીંગ પોઈન્ટ તેને મળતો નથી અને પરિવર્તનની ઘટના તેનામાં ઘટતી નથી. મતાર્થી પોતાનો મત, આગ્રહ છોડ્યા સિવાય આત્માર્થી થઈ શકે જ નહિ.
જે ગુરુમાં બાહ્ય ત્યાગ છે પણ આત્મજ્ઞાન નથી તેવા ગુરુને સાચાં ગુરુ માને અથવા કુળધર્મના ગુરુ અજ્ઞાની હોય છતાં તેમાં જ મમત્વ રાખે તે મતાર્થી છે, જે અરિહંત દેવના શરીરનું વર્ણન કરીને જ તેનું માહાભ્ય કરે છે, સમવસરણની શોભાનું જ જેને માહાભ્ય છે અને જે બહારના રૂપ જોવામાં જ રોકાયેલ છે, જેને અંતરંગ સ્વરૂપનું માહાભ્ય જ નથી, પરમાર્થ સ્વરૂપ જાણવાની જીજ્ઞાસા જ જેનામાં નથી તેને મતાર્થીપણું છે.
દેવ-નરક ગતિના ભાંગા કોઈ વિશેષ પરમાર્થ હેતુથી કહેલ છે. તે હેત જાણ્યા વગર તે વર્ણન માત્ર જ શ્રુતજ્ઞાન છે, અને પોતાનો મત અને પોતાનો વેશ છે તેને જ મુક્તિનો હેતુ માને છે.
કોઈક વખત પરમાર્થના ઉપદેશનો યોગ બને તોય પોતાનું માન લોકોમાં જાળવવાં, પૂજનીય અને વ્રતધારી છું તેવું મનાવવા, તે બધું જતું રહેશે તેવા લોભમાં પરમાર્થને ગ્રહણ કરતો નથી.
જે નિશ્ચયનયને કહેવા રૂપે ગ્રહણ કરે છે પરંતુ તેનામાં તથારૂપ દશા થઈ નથી તેવો જીવ મતાર્થી છે.
જેને ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયો મંદ થયા નથી, જેને અંતરંગ વૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, સત્ય અસત્ય જાણવાનો વિવેક નથી, તે મતાથ જીવ મોક્ષમાર્ગ પામવા યોગ્ય નથી એટલે તે મોક્ષ પ્રાપ્ત કરવા દુર્ભાગી છે.
આ મતાર્થી જીવનાં લક્ષણો જાણવાં જરૂરી છે. આવા લક્ષણો જાણી તેને દૂર કરવાનો ઉપાય કરે તો મુમુક્ષુ બની શકાય.
ગાથા - ૨૫ સમવસરણ - ઈન્દ્રો આદિ, અરિહંત ભગવાનની દેશના બધા લોકો સાંભળી શકે તે માટે સમવસરણની (સભામંડપની) રચના કરે છે. તેનો વૈભવ અને ઠાઠ અનેરો હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org