Book Title: Atmasiddhishastra Part 01
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 491
________________ શબ્દાર્થ XXIX ગાથા - ૪૦ દશા:- અવસ્થા, હાલત. પ્રજ્ઞા :- વિચાર કરવાની સૂક્ષ્મ બુદ્ધિ. સૂક્ષ્મ બુદ્ધિ એટલે આંતરિક અતીન્દ્રિય એવું જે તત્ત્વ, પરમતત્ત્વનો અણસાર પકડવાની શક્તિ, અને તે સદ્ગુરુનો બોધ મળે તેમાંથી પ્રાપ્ત થાય છે. સુવિચારણા - શાંતપણે, સ્થિર રહીને કોઈપણ જાતના હેતુ વગર આત્માર્થે વિચાર કરવો. સુવિચાર તે આત્માને જોવાની આંખ છે. સુવિચાર એટલે સંસારના કે ભોગોના વિચાર નહિ પણ મન સંસારના વિચારોમાં પરિભ્રમણ કરતું હતું તે મન સૂક્ષ્મપણે તત્ત્વ વિચાર કરવાના કામમાં લાગી જાય. તે દિવસે મન મળ્યું તે સાર્થક થયું. મન મોટું સાધન છે. તત્ત્વનો વિચાર આત્મસુખની ઝાંખી કરવામાં મદદરૂપ થાય છે. જીવને યોગ્યતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેને સગુરુનો જોગ પ્રાપ્ત ન થાય. જોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બોધ પ્રાપ્ત ન થાય. બોધ પ્રાપ્ત ન થાય તો સુવિચારણા ન થાય. સુવિચારણા ન થાય તો જ્ઞાન પ્રાપ્ત ન થાય. અને જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોહ (અંધકાર) ન જાય. મોહ ન જાય તો ત્યાં સુધી મોક્ષ ન થાય. આ એક સાધનાની વ્યવસ્થા અને પ્રક્રિયા છે. ગાથા - ૪૧ નિજજ્ઞાન -પોતાનું જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન, અસ્તિત્વનું જ્ઞાન, પોતાના હોવાપણાનું જ્ઞાન, ચૈતન્યનું જ્ઞાન તે નિજજ્ઞાન. નિર્વાણ - મોક્ષપદ, મુક્તિનું પદ. ગાથા - ૪૨ ષપદ - છ પદ, અથવા છ સ્થાનક. પરમાર્થ સમજવા જ્ઞાનીઓએ છ પદ કહ્યાં છે. આત્મા છે', “તે આત્મા નિત્ય છે', “તે આત્મા પોતાના કર્મનો કર્તા છે', “તે કર્મનો ભોક્તા છે', કર્મથી મુક્ત થઈ શકાય છે, મોક્ષનો ઉપાય છે, તે સત્ ધર્મ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 489 490 491 492