Book Title: Atmasiddhishastra Part 01
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul
View full book text
________________
શબ્દાર્થ
XXVII
ગાથા - ૩૫ પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિ - પ્રત્યક્ષ સરુનો યોગ પુણ્યથી ન થાય પણ પુકારથી થાય છે. રોમરોમમાંથી ઝણકાર ઊઠે, વેદના ઊઠે, વ્યથા થાય, અભિસા થાય ત્યારે સદ્ગની પ્રાપ્તિ થાય છે, ઓળખાણ પડે છે.
ત્રણે યોગનું એકત્વ - યોગ એટલે મન, વચન અને કાયાનો વ્યાપાર, વિચાર, વાણી અને વર્તન એ ત્રણેનું એત્વ કરવું.
મનથીઃ- (વિચારથી) બીજામાં મનને જતું રોકી, સદ્ગુરુનું સ્મરણ કરવું, ચિંતવન કરવું, સપુરુષનું અવલોકન કરવું, સદ્ગુરુનો ભાવ કરવો. હજુ આત્માનું ચિત્ર સાકાર થયું નથી પણ પુરુષ સાકાર છે, સજીવન મૂર્તિ અને કલ્યાણમૂર્તિ છે. સદ્ગુરુનો આકાર જોવા મળ્યો તેનું ધ્યાન કરીએ. સદૂગુરુ પ્રત્યે આદર કરવો. - વાણીથીઃ- વાણીથી સદ્દગુરુના ગુણાનુવાદ કરવાં, બંને હાથ જોડી, મીઠાં વચનો બોલવાં, ઉપકાર માનવો, આ ગુણાનુવાદ કરવાં તે જીવનનો લ્હાવો છે.
શરીરથી :- સદૂગુરુની ભક્તિ, નમસ્કાર, વૈયાવચ્ચ અને સેવા કરવી. મનથી સદ્ગુરુનું ધ્યાન, તેનો વિચાર, વાણીથી સદ્ગુરુનાં ગુણાનુવાદ અને કાયાથી ભક્તિભાવ અને વૈયાવચ્ચ, સેવા. આ ત્રણેને એક કર્યા એટલે ત્રણે યોગ સ્વછંદે વર્તી શકશે નહિ.
વર્તે આજ્ઞાધાર:- સદ્ગુરુની આજ્ઞા ધારણ કરી જીવનમાં વર્તવું.
આ સર્વોચ્ચ ભાવથી સાધના કરે તો જીવનમાં ઉત્તમ કોટિની સાધના થાય. બધાં દોષો પોતાની મહેનતથી મટતાં નથી, માટે જો સદ્દગુરુનો યોગ થાય તો મનનું સમાધાન થાય. અને તે કહે તે પ્રમાણે વર્તવાનું થાય તો બધા દોષ ટળી જાય. મનમાં ઊઠતી તમામ વૃત્તિઓને સદ્ગુરુના હાથમાં સોંપી દેવી. આ મોટી સાધના છે. વૃત્તિઓ સરુને સોંપવી એટલે સદ્ગુરુ પાસે પોતાનાં દોષોની કબૂલાત કરી માર્ગદર્શન મેળવવું. અને તે માર્ગદર્શન પ્રમાણે ચાલવું તેને કહેવાય છે વર્તે આજ્ઞાધાર.
ગાથા - ૩૬ પરમાર્થ:- મોક્ષ. પરમાર્થનો પંથ - મોક્ષનો પંથ, મોક્ષનો માર્ગ. પરમકૃપાળુ દેવ કહે છે ત્રણે કાળમાં મોક્ષ મેળવવાનો પંથ એક જ છે. મોક્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 487 488 489 490 491 492