________________
શબ્દાર્થ
XXI
પામતાં નથી અને બીજાને પમાડી શકતાં નથી.
ગાથા - ૨૨ મુમુક્ષુ - મોક્ષ મેળવવાની જેને તીવ્ર ઈચ્છા છે તેને મુમુક્ષુ કહેવાય. સંસારના તમામ બંધનોમાંથી મુક્ત થવાની જેને તાલાવેલી લાગી છે તે મુમુક્ષુ છે. આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું લક્ષણ છે.
મતાર્થી:- જે પોતાના જ મતનો અર્થી છે. જે સત્યને યથાર્થ સમજવાને બદલે અવળું સમજે છે, અવળો નિશ્ચય કરે છે. તેની ભૂલ અવળું સમજવાની છે.
મતાર્થી અધાર્મિક કે નાસ્તિક નથી. તે ધાર્મિક હોઈ શકે છે. કર્મકાંડ કરી શકે છે. તે શાસ્ત્રજ્ઞ હોઈ શકે, સાધુ હોઈ શકે, આચાર્ય હોઈ શકે અને અનેક શાસ્ત્રોનો જ્ઞાતા પણ હોઈ શકે. હજારો શિષ્યોનો ગુરુ પણ હોઈ શકે. આવો હોવા છતાં તે મતાર્થી હોઈ શકે. તે સત્યને અવળું સમજે છે અને અવળો નિશ્ચય કરે છે.
તેને બુદ્ધિ ઓછી છે તેવું નથી પરંતુ તે પોતાના જ મતનો ઉપાસક છે, પોતાની જ માન્યતામાં અટવાયેલો છે. તેનો જ આગ્રહી છે. તે સત્યને સમજતો નથી. ઘણી વખત સત્ય તેની સામે સ્પષ્ટ થાય છે, પણ મતાર્થી અવસ્થા હોવાના કારણે સત્યનો સ્વીકાર કરી શકતો નથી.
મતાર્થી સાધના કરે છે, ગુરુને માને છે. ધર્મને અને શાસ્ત્રને માને છે, ધ્યાનનો સ્વીકાર કરે છે. પરંતુ જ્યારે જ્યારે જ્ઞાની પુરુષ મળ્યાં ત્યારે ત્યારે તેનો નિર્ધાર અવળો જ છે.
મતાર્થીને સત્યની બહુ ચિંતા નથી, મોક્ષની ચિંતા નથી, પરંતુ સૌથી વધારે પોતાના મતની ચિંતા છે. તેને સત્યને પણ ગૌણ કરી, પોતાનો મત સિદ્ધ કરવો છે. મતાર્થી એટલે પોતાના જ મતનું લક્ષ, અને આત્માર્થી એટલે આત્માનું લક્ષ.
તમે વીતરાગ પરમાત્માના માર્ગમાં હોવા છતાં મતાર્થી હોઈ શકો છો. મતાર્થીનો સીધો અર્થ કરવો હોય તો જેનામાં મિથ્યાત્વ જીવંત છે તે મતાર્થી. જેનામાં દર્શનમોહનું સામ્રાજ્ય છે તે મતાર્થી છે. જેનામાં મિથ્યાત્વની સત્તા છે તે મતાર્થી છે. જેમ મદિરાપાન કર્યું હોય અને જે તેના ઘેનમાં હોય તેને તમે ગમે તેમ સમજાવશો તો સમજશે નહિ, તેમ મિથ્યાત્વના ધેનમાં આધ્યાત્મિક વાત, સત્યની વાત સમજશે નહિ અને અવળો નિર્ણય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org