________________
શબ્દાર્થ
XIX
કામ કરે છે, જે ચેતનાનું ઉદ્દઘાટન કરનાર છે, જે સત્ય માર્ગે દોરી જનાર છે, જે માર્ગ તો આપે છે પરંતુ શરણું આપી, હાથ પકડી, અતીન્દ્રિય સૃષ્ટિ તરફ દોરી જાય છે અને જેને જગતનાં સૌ જીવોનું કલ્યાણ થાય તેવી ભાવના છે તેવા સદ્ગુરુનાં શરણમાં જવાથી અલ્પ પ્રયાસે જાય છે.
ગાથા - ૧૯ કેવળજ્ઞાન - માત્ર જ્ઞાન. જ્ઞાન સિવાય બીજું કંઈ જ નહિ. શુદ્ધ અને પરિપૂર્ણ જ્ઞાન. જે જ્ઞાનમાંથી રાગ દ્વેષ મોહ અને વિકારોનો ક્ષય થયેલ છે. જે જ્ઞાન પરિપૂર્ણ વિશુદ્ધ થઈ પ્રગટ થયેલ છે, અજ્ઞાનના આવરણમાંથી સંપૂર્ણપણે મુક્ત થયેલ છે તેવું જ્ઞાન તે કેવળજ્ઞાન.
ત્રણે લોકના બધા જીવોનું તથા સમસ્ત પદાર્થના અણુએ અણુનું ત્રિકાળ પરિણમન એક સાથે જાણનાર જ્ઞાન તે કેવળજ્ઞાન. માત્ર જાણપણું છે, પરંતુ કોઈ પ્રતિભાવ નથી.
છદ્મસ્થ:- છત્ એટલે દોષ. જેનામાં મન:પર્યાય જ્ઞાનની ઊંચાઈ આવી છે, છતાં હજુ મંદ મંદ રાગ છે, મંદ મંદ દ્વેષ રહ્યો છે તેવાં જીવને છબસ્થ કહેવાય. સંપૂર્ણ વીતરાગ અવસ્થા પામ્યાં નથી તેવાં જીવો. - વિનય - ગુરુ શિષ્યને જોડનાર કડી. વિનય એટલે પ્રેમ. શિષ્યની મૂડી વિનય છે. શિષ્ય થઈને ગુરુ પાસે જવું હોય તો ધનસંપત્તિ નહિ પરંતુ પ્રેમ અને શ્રદ્ધાની મૂડી જોઈએ. શ્રદ્ધાનો એક અર્થ છે રુચિ અને બીજો અર્થ છે પ્રેમ. આ વિનયમાં ત્રણ બાબતો આવે છે. વૈયાવચ્ચ, શુશ્રુષા અને સેવા. શિષ્ય સદ્ગુરુ પાસે આવો વિનયી થઈને જાય તો તેનું કલ્યાણ થઈ જાય છે. ધર્મનું મૂળ વિનય છે તો શિષ્યની મૂડી છે વિનય, વિનય એ ભાવ છે, વિનય એ સમર્પણ અને પ્રેમની સાધના છે. વિનય એ ભક્તિ છે, વિનય એ આરાધના છે. પુરુષનો યોગ જ્યારે થાય, એમના પ્રત્યે બહુમાન થાય ત્યારે એ પ્રેમને પ્રગટ કરવાની પદ્ધતિ તેને કહેવાય વિનય. વિનય એ જીવનનો આલ્હાદ અને જીવનનો આનંદ છે.
ગાથા - ૨૦ સુભાગ્ય:- જેનું સારું ભાગ્ય એટલે નસીબ છે, ભાગ્યશાળી છે. ભાગ્યશાળી એ છે કે જે સુલભતાથી બોધ પામે છે અને નિકટમાં મોક્ષમાં જવાનો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org