________________
૩૬૫
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા બોલીએ છીએ, એ તેમનાં ગુણાનુવાદ. કેટલા પ્રેમપૂર્વક બન્ને હાથ જોડી મીઠા મીઠા શબ્દો બોલીએ છીએ, તેમનાં ચરણોમાં નમસ્કાર કરીએ છીએ, આ વાણીની સ્તુતિ, અને પ્રેમપૂર્વક તેને ભાષામાં ઉતારો. પરમાત્માના ગુણાનુવાદ કરવા અને સત્પુરુષના ગુણાનુવાદ કરવા એ જીવનનો લ્હાવો છે. “ભલું થયુમેં પ્રભુ ગુણ ગાયા, રસનાનો રસ લીધો રે.”
(૩) શરીરથી સદ્ગુરુની ભક્તિ, સેવા, વૈયાવચ્ચ...રામકૃષ્ણ કહેતાં હતાં કે મારા ગુરુદેવનાં પગ હું કપડાંથી લૂછતો નથી, પરંતુ મારા માથાના વાળથી લૂછવા જેવાં છે, મારા માથાના વાળ ધન્ય બને. તમામ પ્રકારની તેમની સેવા, ભક્તિ, વૈયાવચ્ચ, “ત્રણે યોગ એકત્વથી.'' આ મન વચન અને કાયાને, ત્રણેને એક કર્યા. તેનો અર્થ એ થયો કે હવે આ ત્રણે યોગ સ્વછંદે વર્તી શકશે નહિ. સ્વછંદે વર્તે તો કર્મબંધ થાય. મન, વચન, કાયા ત્રણે સદ્ગસને સોંપ્યા. મન એમની સેવામાં, વાણી એમની સેવામાં, કાયા એમની સેવામાં.
મનથી સદ્ગુરુનું ધ્યાન, મનન, વિચાર. વાણીથી સગુરુનાં ગુણાનુવાદ. કાયાથી સગુરુની ભક્તિ, સેવા, વૈયાવચ્ચ.
એક વખત ઓધવજીએ ગોપીઓને કહ્યું, તમે મનથી સ્મરણ કરો. તો ગોપીઓએ જવાબ આપ્યો, “ઓઘા મન દશ વીશ ન ભયો.” મન કંઈ દસ, વીસ હોતાં નથી. મન એક જ હોય, અને એ અમે શ્રીકૃષ્ણને સોંપી દીધું છે. કયા મનથી જાપ કરીએ અને કયા મનથી ધ્યાન કરીએ? એવી (નિર્વિચાર) અવસ્થા તે સાધના છે.
પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર,
ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. છેલ્લી વાત...વર્તે આજ્ઞાધાર. સદ્ગુરુની આજ્ઞા ધારણ કરી જીવનમાં વર્લે-આવા સર્વોચ્ચ ભાવથી સાધના કરે તો જીવનમાં ઉત્તમ કોટિની અવસ્થા પ્રાપ્ત થાય.
અંબાલાલભાઈની ટીકા વાંચી આ ગાથા પૂરી કરીશું. પ્રત્યક્ષ સદ્ગની પ્રાપ્તિનો મોટો ઉપકાર છે, કારણ શાસ્ત્ર આદિથી, શાસ્ત્રો વાંચવાથી, ઊંડાણથી વાંચવાથી, તીવ્ર બુદ્ધિમત્તાપૂર્વક વાંચવાથી, તમામ પ્રકારે મનનું સમાધાન થઈ શકતું નથી. અને એ સમાધાન સદગુરુ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તેમની હાજરીમાં થાય.
ઈંદ્રભૂતિ ગૌતમ સ્વામીનાં મનમાં વર્ષો સુધી પ્રશ્નો હતાં – અગિયાર બ્રાહ્મણો મળતાં, બેસતાં, વાતો કરતાં, પણ સૌને પોતાના મનમાં પ્રશ્નો ઘોળાતાં હતાં, તેઓ એકમેકને ગુરુતાગ્રંથિ હોવાના કારણે પૂછી શકતાં ન હતાં. ઈન્દ્રભૂતિ પોતે જ્ઞાની છે તેવો ગર્વ લઈને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org