________________
૩૭૬
પ્રવચન ક્રમાંક - ૩૩, ગાથા ક્રમાંક - ૩૬ જે બાંધનાર તત્ત્વ છે તેને કહેવાય છે કર્મ.
આત્મા છે એક વાત, કર્મ છે બીજી વાત અને આત્મા કર્મથી બંધાયેલો છે ત્રીજી વાત, આત્મા ક્યારથી બંધાયેલો છે? કયા ચોઘડિયામાં? અને કઈ સાલથી બંધાયો? અરે ! તમે જ્યારથી છો ત્યારથી કર્મ છે. તમે ક્યારથી છો? તો અનાદિકાળથી. તમે પણ અનાદિકાળથી અને કર્મ પણ અનાદિકાળથી, કર્મનો સંયોગ પણ અનાદિકાળથી છે. હવે ખબર પડી ને કે આત્મા છે, કર્મ છે, સંયોગ છે અને કર્મના સંયોગને કારણે બંધાયેલો છે. પહેલાં તો ઘણાંને ખબર જ નથી કે આત્મા છે. કહીએ કે તું આત્મા છો, તો કહેશે કે સાહેબ ! આ ખોળિયું દેખાય છે તે જ આત્મા? અમે સમજ પાડીએ કે આ ખોળિયામાં આત્મા આવે છે અને મૃત્યુ થાય ત્યારે ખોળિયામાંથી ચાલ્યો જાય છે અને ખોળિયું પડ્યું રહે છે.
આત્મા અને કર્મનો સંયોગ અનાદિનો છે. એ સંયોગથી સંસાર ઉત્પન્ન થાય છે. દૂધ એકલું હોય તો એ ફાટી જાય પણ દહીં ન બને. દહીં બનાવવું હોય તો દૂધમાં મેળવણ નાખવું પડે. એમાં મેળવણ નાખો તો દૂધનું દહીં થાય. એકલા આત્માથી સંસાર ઉત્પન્ન ન થાય. સંસાર ઉત્પન્ન કરવો હોય તો ત્રણ મેળવણ જોઈએ; રાગ, દ્વેષ અને અજ્ઞાન આ અકસીર મેળવણ છે. દૂધમાં મેળવણ પડ્યું કે દહીમાં રૂપાંતરણ, તેમ રાગ, દ્વેષ અને અજ્ઞાન કર્યા કે સંસાર ઊભો થયો.
સાધક પૂછે છે કે, ગુરુદેવ ! આ સંસારમાંથી મુક્ત થવું છે, રસ્તો બતાવશો? પંથ બતાવશો? ગુરુદેવ કહે છે કે આ કર્મનો સંયોગ છૂટી જવો જોઈએ. પરમકૃપાળુદેવે કહ્યું છે કે રાગ, દ્વેષ અને અજ્ઞાન એ જ કર્મની મુખ્ય ગ્રંથી છે. એ જ સંસારમાં રોકી રાખે છે. એ જ સંસારનું મૂળ છે. સંસાર અનાદિ કાળથી છે. કર્મ સાથે સંયોગ પણ અનાદિ કાળથી છે, તમને ક્યારેય પણ થયું નથી કે આ કર્મના સંયોગને કારણે રખડવું પડે છે ! આપણે બધાં એક નંબરના રખડેલ છીએ તે આપણને ક્યાં ખબર છે? ચોરાસી લાખ યોનિમાંથી આપણે રખડતાં રખડતાં આવ્યા છીએ.
લાખ ચોરાસી પહેર્યા ચોલના, નવ નવ રૂપ બનાયો, બિન સમક્તિ સુધારસ ચાખ્યા, ગિણતી કોઉન ગિણાયો,
મૂરખ! વિરથા જન્મ ગમાયો. (ચિદાનંદજી મ.). આત્મા અને કર્મનો સંયોગ થયો, એટલે સંસાર ઊભો થયો. જે દિવસે તમને ખટકે કે હવે આ સંસાર નથી જોઈતો, તે દિવસે તમે કર્મને હટાવ્યા વગર રહેશો નહિ. જેમ પગમાં કાંટો ખટકે, જેમ આંખમાં કણું ખટકે, તમને તમારો પાડોશી ખટકે તેમ કર્મ પણ ખટકવાં જોઈએ. કાંટાને કાઢો છો, તેમ કર્મને પણ કાઢો. સંસાર ખટકતો હોય તો કર્મના સંયોગો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org