________________
પ્રવચન ક્રમાંક - ૩૫, ગાથા ક્રમાંક - ૩૮, ૩૯, ૪૦
પ્રવચન ક્રમાંક - ૩૫ ગાથા ક્રમાંક - ૩૮, ૩૦, ૪૦
મોક્ષમાર્ગની સાધના
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. (૩૮) દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ, મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. (૩૯) આવે જ્યાં એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય,
તે બોઘે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. (૪૦) ટીકા જ્યાં કષાયપાતાળાં પડ્યાં છે, માત્ર એક મોક્ષપદસિવાય બીજા કોઈ પદની અભિલાષા
નથી. સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણી માત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થનો નિવાસ થાય. (૩૮).
જ્યાં સુધી એવી જોગદશા જીવ પામે નહીં, ત્યાં સુધી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિન થાય. અને આત્મભ્રાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતર રોગ ન મટે. (૩૯) એવી દશા જ્યાં આવે ત્યાં સદ્ગુરુનો બોધ શોભે, અર્થાત્ પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે. (૪૦)
પરસ્પર આંતરિક સંબંધ આ ત્રણ ગાથાઓમાં છે. મોક્ષમાર્ગના પ્રારંભથી માંડીને મોક્ષ માટેની અનેક સાધનાઓનું વર્ણન આ ગાથાઓમાં છે. થોડા શબ્દો અહીં વિશેષ પ્રકારે મૂક્યાં છે. એક શબ્દ “ત્યાં આત્માર્થ નિવાસ' છે. આવી જેની અવસ્થા છે, આવી જેની ભૂમિકા છે, ત્યાં આત્માર્થીપણું હોઈ શકે. બીજે ક્યાંય હોઈ ન શકે. એક બીજો શબ્દ વાપર્યો છે. “જોગ.” જોગ એટલે મિલન, જોગ એટલે પ્રાપ્તિ. આવી દશા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી સદૂગુરુનો જોગ પ્રાપ્ત ન થાય. સદ્દગુરુ મળતાં નથી એમ નથી. દશા એવી હોય તો સદ્ગુરુનો જોગ થાય. સદ્દગુરુ હાજર હોય, પ્રત્યક્ષ હોય, પ્રગટ હોય તો પણ જોગ ન થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org