________________
૨૫૯
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા નથી, આત્માને પ્રાપ્ત કરવો નથી, આત્માને જાણવો નથી. આપણી ડીક્ષનેરી અથવા શબ્દ નોંધમાં આત્મા જ નથી. આપણી નોંધમાં પૈસો છે, સત્તા છે, પરિવાર છે, માન-પ્રતિષ્ઠા છે, મોભો છે, ઈન્દ્રિયોના સુખો છે, ભોગવિલાસ છે, રંગરાગ છે પરંતુ આત્મા નથી. એટલા માટે પરમકૃપાળુદેવે કહ્યું છે કે “લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો?” આપણને પૂછે છે કે લક્ષ્મી વધી, અધિકાર વધ્યો, સત્તા વધી, બહોળું કુટુંબ થયું પરંતુ તમારા હાથમાં શું આવ્યું? આ બધા માટે શાસ્ત્રોએ એક જ શબ્દ વાપર્યો છે, આ બધું અનિત્ય છે. “શું રાચીયે? જ્યાં ક્ષણનો પ્રસંગ!” આ ચાર દિવસનું ચાંદરણું છે, એના માટે આટલી બધી મમતા ! તેના માટે જીવન ખોયું ! અનંતવાર દેહની ખાતર તમે આત્માને ભૂલ્યા છો, “અનંતવાર... આ નાનકડાં વાક્યમાં કેટલો મોટો ઠપકો આપ્યો ? અરે જીવ ! નશ્વર દેહની ખાતર આત્માનો કેવો ઉપયોગ કર્યો, દેહ તને કેટલો સાથ આપ્યો?
આનંદધનજીએ એક પદમાં કહ્યું છે કે, મૃત્યુનો સમય આવ્યો છે, અંતિમ ક્ષણો છે, સામે બધા ઊભા છે, “અબ જાના હોગા, બુલાવા આયા હૈ.' કાળદેવતા હાજર છે. શરીર મારે તને એક વાત કરવી છે કે આપણે ૬૦ વર્ષ સાથે રહ્યાં. ચોવીસે કલાક સાથે ને સાથે જ. પત્ની કે દીકરો કોઈ ચોવીસ કલાક સાથે રહેતાં નથી. હું હર વખત તારી સાથે જ રહ્યો. તારા માટે મેં હિંસા કરીજાડું બોલ્યો, પરિગ્રહ એકત્રિત કર્યો,
પટ આભૂષણ સુંધા ચૂઆ, અશન પાન નિત્ય ન્યારે,
ફેર દિને ખટરસ તોયે સુંદર, તે સબ મલકર ડારે. કાયા ! જે વખતે તે જે માગ્યું તે આપ્યું. હોટલમાં જવું છે, તો હોટલમાં લઈ ગયો. પાઉંભાજી, સમોસા ખવડાવ્યાં. તારી કેટલી સેવા કરી! રોજનાં ભોજનો નવાં નવાં આપ્યાં. સવારે, સાંજે અને બપોરે જુદી જુદી વાનગી આપી અને વચમાં ચા વખતે પણ જુદી વાનગી ખવરાવી. કપડાં પણ રોજ નવા નવા પહેરાવ્યાં. આ બધું તારા માટે કર્યું. આપણો નાતો બંધાણો. હવે મારી સાથે તું ચાલ. આપણે સાથે જઈએ. શરીર, કાયા તે વખતે શું જવાબ આપે છે.
જીવ સુણો યા રીત અનાદિ, કહા કહત વારંવારે,
મેં ન ચલૂંગી તોયે સંગ ચેતન, પાપ પુણ્ય દો લારે. આતમજી ! સાંભળો, હું તને વારે વારે શું કહ્યું? આ રીત તો અનાદિની છે. હું તારી સાથે નહિ આવું. આનંદઘનજીએ છેલ્લી વાત કરી. તું મારી સાથે નહિ આવે ? તને સ્મશાનમાં લઈ જશે. તારા ઉપર લાકડા મૂકી તને બાળીને તારી રાખ કરશે. કાયા કહે છે કે એ મને મંજૂર છે, પણ હું તારી સાથે નહિ આવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org