________________
३४८
પ્રવચન ક્રમાંક - ૩૧, ગાથા ક્રમાંક - ૩૪ બદલાઈ જાય છે. તમે એ વ્યક્તિને પહેલાં જોઈ હોય અને ઘટના ઘટ્યા પછી જુઓ તો બન્નેમાં ફેર પડી જાય. શું થયું આ વ્યક્તિમાં? પહેલાં વાતો કરતાં હતાં ત્યારે આંખો લાલ થતી હતી, અને હવે જે અમે કહીએ છીએ તે હસતે મોઢે સાંભળી લે છે. આટલું બધું પરિવર્તન? કંઈક અંદરમાં બન્યું છે. અંદર બનશે તો બહાર દેખાયા વગર રહેશે નહિ. અને અંદર બન્યું નહિ હોય અને બહાર બતાવશો તો લાંબો ટાઈમ ટકશે નહિ.
અહીં એક મહત્ત્વની વાત કૃપાળુદેવને કરવી છે. એક શબ્દ છે આત્માર્થી અને બીજો શબ્દ છે આત્મજ્ઞાન. એ બે ઉપર ધ્યાન અને યોગની ઈમારત ઊભી છે. આત્માર્થીપણું એ લાયકાતની વાત છે, એ યોગ્યતાની, કંડીશનની અને શરતની વાત છે. જેને કોલેજમાં જવું હોય તે દશમું અથવા બારમું ધોરણ પાસ થયેલ હોવો જોઈએ. તે સિવાય પ્રવેશ ન મળે. સમગ્ર અધ્યાત્મ સાધના જો કરવાની હોય તો કઈ લાયકાત અને કઈ યોગ્યતા હોય તો થઈ શકે? તે છે આત્માર્થીપણું.
અત્યાર સુધી સંપત્તિ, ધન, ભોગો, શરીર, સ્ત્રી, સત્તા તરફ દૃષ્ટિ હતી. વિષયો અને બાહ્યસુખો તરફ દૃષ્ટિ હતી, કુટુંબ તરફ દૃષ્ટિ હતી. હવે બધેથી દષ્ટિ ઊઠી આત્મા તરફ વળી, એ મોટી ક્રાંતિ છે. આ જીવ જ્યાં ગયો ત્યાં તેણે આ જ કામ કર્યું છે. એટલા માટે પરમકૃપાળુ દેવે કહ્યું છે કે “લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો, કહો?” આ વાક્ય તમે સામાન્ય ન ગણશો. આની પાછળ તો વેદના છે. લક્ષ્મી મળે તો તમે ફલાઈ જાઓ છો, સત્તા મળે તો તમે રાજી થઈ જાઓ છો, અધિકાર હાથમાં આવે તો કેટલાં ખુશ થઈ જાઓ છો ! દીકરો પરણે અને વહુ ઘરમાં આવે એટલે સાસુજીનો અધિકાર મળ્યો. એ ફોજદાર અને કલેક્ટર કરતાં પણ મોટો અધિકાર છે, અમે પૂછીએ છીએ કે “લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું ?' સત્તા વધે, ભૌતિક ભોગો વધે, પરિવાર વધે, તો સંસાર વધે છે. બહારમાં વધે છે. અંદર કંઈ વધતું નથી. જીવની નજર બહાર તરફ જ છે. એટલા માટે ભગવાને કહ્યું છે કે તમે નિયાણુ ન કરશો. નિયાણું એટલે જે ધર્મ સાધન કરીએ તેનું પૌગલિક ફળ નક્કી રૂપમાં મળે એ પ્રકારનાં સંકલ્પ સાથે સાધના કરવી.
ચિત્ર અને સંભૂતિ બન્ને સગા ભાઈઓએ અનશન કર્યું છે, અને એમાં એક દુઃખદ ઘટના ઘટી સંભૂતિ માટે. સનતકુમાર ચક્રવર્તી પોતાની સંપત્તિ સાથે દર્શન કરવા આવ્યાં છે. સંભૂતિ મુનિ છે, ત્યાગી છે, સંસારથી વિરક્ત છે, તેમણે અનશન કરેલ છે. તમામ પ્રકારના આહારનો ત્યાગ કર્યો છે. શરીર નિશ્રેષ્ટ મડદાંની જેમ પડ્યું છે. માખીઓ બેસતી હશે, મચ્છરો કરડતાં હશે, પરંતુ તેને ઉડાડવા માટે પોતાના તરફથી કોઈ પ્રયત્નો કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org