Book Title: Atmasiddhishastra Part 01
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 397
________________ ૩૪૬ પ્રવચન ક્રમાંક - ૩૦, ગાથા ક્રમાંક - ૩૨, ૩૩ પાસે ઘણી માન્યતાઓ મગજમાં ભરી છે અને તેમાં નવી માન્યતા ઉમેરવાનું કામ તમે કરશો. ધારો કે તમને સત્યની અનુભૂતિ થઈ અને કહેવા જાઓ તો પ્રેમથી, આનંદથી અને શાંતિથી કહો. મહાવીર ભગવાન સાધકોને દેવાનુપ્રિય' કહી બોલાવતાં, તેનો અર્થ એ કે તમે દેવોને પણ પ્રિય છો. હિંદુ પરંપરામાં શિષ્યને ‘તાત’ કહી બોલાવતાં હતાં. ઘણાં કહે છે કે “એ ડોબા ઊભો થા”, એના કરતાં એમ કહો કે “દીકરા અહીં આવ, મારે તને એક વાત કરવી છે.' આમ સત્ય કહેવા માટે તમારે સમજણ રાખવી પડશે. મન મલિન હોય-મેલું હોય તો આત્માર્થીપણું આવશે નહિ. આવા લક્ષણવાળો જે જીવ હોય તેને મતાર્થી માનવો. તે આત્માર્થ સાધવા અસમર્થ છે. એ મોક્ષ પ્રાપ્ત કરી ન શકે તેવો દુર્ભાગી જીવ છે. આજે નિર્ણય કરો કે દુર્ભાગીના લીસ્ટમાંથી નીકળી જ જવું છે. આ નહીં જોઈએ. તો ગાથા શું આવી? નહીં કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. આખી ભૂમિકા તૈયાર થઈ ગઈ. જેમ મકાન બનાવવું હોય તો જમીન સ્વચ્છ કરવી પડે. શુદ્ધ કરવી પડે. લોકો જમીન ખરીદ્યા પછી શુદ્ધ કરતાં હોય છે. કોઈ ભૂત, પ્રેત, વ્યંતર, પલિત કોઈ રહેતું નથી ને? જમીન શુદ્ધ છે, પાયો મજબૂત છે, પછી જ મકાન ચણાવે. પરમકૃપાળુદેવ એમ કહે છે, આ ભૂમિકા બત્રીસ ગાથા સુધીમાં પૂર્ણ થઈ. અમે હાથમાં સાવરણો લઈ તમારી ભૂમિ સ્વચ્છ બનાવી. તમે સ્વચ્છ બનશો તો આત્માર્થી થવામાં અને તેની વાત સાંભળવામાં આનંદ આવશે. તેત્રીસમી ગાથામાં શું કહ્યું? લક્ષણ કહ્યાં મતાર્થીના, મતાર્થ જાવા કાજ, હવે કહું આત્માર્થીના, આત્મ-અર્થ સુખસાજ. મતાર્થીના લક્ષણ શું કરવા કહ્યા? લખવા? નોંધવા? બીજાને કહેવા ? ભાષણ કે પ્રવચન આપવા? ડહાપણ ડોળવાં? તો કહે ના, માર્થીપણું મટી જાય તે માટે. આવતીકાલથી આત્માર્થીનાં લક્ષણનો પ્રારંભ કરીશું. આત્મ અર્થ, આત્માનાં લક્ષ માટે કહેવાના છીએ. શા માટે? તો સુખકાજ. તમને સુખની પ્રાપ્તિ થાય તે માટે. સુખ શેમાં છે? સુખ આત્માર્થીપણામાં છે. જો આત્માર્થી બનવું હોય તો આત્માર્થીનાં લક્ષણ જાણવા જોઈએ. એવાં આત્માર્થીના લક્ષણ તમારા સુખ માટે કહેવાનો પ્રારંભ આવતી કાલથી થશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492