________________
૩૫૬
પ્રવચન ક્રમાંક - ૩૧, ગાથા ક્રમાંક - ૩૪ વધાવજો. કારણ કે એ તમારો અણમોલ ખજાનો દેવા આવ્યાં છે. તેમનો ઉપકાર ભૂલાય નહિ.
અહો! અહો! શ્રી સદગુરુ, કરુણાસિંધુ અપાર,
આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. તે વખતે આ કાવ્ય અંદરથી સ્ફરશે.
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચાં ગુરુ હોય,
બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. કુળગુરુ ગુરુ ખરાં પણ તેઓ મોટા હક્કદાર અને દાવેદાર હોય છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં મોટા બારોટ વહીવંચો આવે છે. તેમની ગાદલા, ગોદડા, ચા-પાણીથી આગતા સ્વાગતા કરવી પડે. પછી તેમનો ચોપડો ખોલે, તેમાં તમારા બાપદાદાનાં નામ હોય, તેમાં નીચે તમારું નામ લખાવવું પડે. તેમ આ તમારા કુળગુરુ છે. બાકી તો કુળગુરુની કલ્પના છે. આત્માર્થી તેનાથી રાજી થતો નથી પણ જેને ભવનો છેદ કરવો છે, જન્મ મરણ ટાળવા છે, તે કુળગુરુથી નહિ ટળે, એ આત્મ અનુભવી સદ્ગથી જ જન્મમરણ ટળશે, એવા સદ્ગુરુની શોધ જેણે ચાલુ કરી છે તે આત્મર્થીનું પહેલું લક્ષણ.
આગળ ક્રમે ક્રમે લક્ષણો આવશે. ૩૪ થી ૪૨ ગાથા સુધીમાં એક સાધના આપી છે. આ પાયાની રીત, પ્રક્રિયા છે. આ થશે તો સમ્યગ્ગદર્શન અને પછીની ઘટના થશે. પહેલાં સમ્યગ્ગદર્શન અને પછી વીતરાગતા પ્રાપ્ત થાય. આવા ક્રમથી સાધના થશે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org