________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૫૯
જે સંયોગો કે વિયોગો આવે તેમાં ચિંતા ન કરશો, અસ્વસ્થ ન બનશો. આર્તધ્યાન ન કરશો, વ્યાકુળ ન બનશો, ટેન્શન તળે ન જશો. તમે જો વિક્ષિપ્ત નહીં બનો તો તમારા મનને મોટો અવકાશ મળશે અને એ મન તત્ત્વ ચિંતન કરી શકશે. વાત કંઈ બેસે છે ? આપણું મન સતત ગતિ કરે છે. ઘણા કહે છે કે માળા લઈને બેસીએ અને ‘નમો અરિહંતાણં’ બોલ્યાં પછી ‘નમો સિદ્ધાણં' બોલતાં મનમાં હજાર વિકલ્પ આવી જાય છે, મોટાભાગનાં વિકલ્પો બિનજરૂરી હોય છે. આ વિકલ્પો તમારી શક્તિ ચૂસી લે છે. ખેડૂત ખેતરમાં અનાજ વાવે અને પછી અનાજ ઊગે છે, ત્યારે ખેડૂતને એક બીજું કામ કરવું પડે છે. અનાજ તો ઊગે છે પરંતુ સાથે નીંદામણ બહુ ઊગે છે. નીંદામણ એટલે બિનજરૂરી ઘાસ. જો અનાજને ઊગવા દેવું હોય તો બિનજરૂરી ઘાસને કાઢી નાખવું જોઈએ. જેમ ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન નીંદામણનો છે તેમ આપણા જીવનમાં સૌથી મોટો પ્રશ્ન વિકલ્પોનો છે. ધર્મનું બીજ અને ધ્યાનનું બીજ વાવવું છે પણ ઢગલાબંધ વિકલ્પો છે. એ વિકલ્પની જાળમાં આપણું મન અટવાયેલું છે.
ક્યારેક ક્યારેક જ આપણું મન તત્ત્વચિંતનમાં જાય છે. પણ જૂની ઘરેડ પ્રમાણે પાછા વિકલ્પો આપણી સાથે આવી જાય છે, અચાનક વિકલ્પો ઊઠે છે. બગીચામાં ફૂલોના છોડમાં ઈયળો થઈ જાય, તે ઈયળો પાંદડાને કોરી ખાય છે અને આખાં છોડને વિકૃત કરી મૂકે છે તેમ વિકલ્પો આત્માને કોરી ખાય છે. વિકલ્પો મન અને આત્માને ચૂસી જાય છે. તમારો ટાઈમ વિકલ્પો અને બિનજરૂરી પ્રક્રિયામાં જાય છે. એ ટાઈમ બચાવવો હોય તો અને વિકલ્પોથી, દુ:ખથી, પ્રતિકૂળતાથી જો બચવું હોય તો પહેલું સૂત્ર સ્વીકારી લો કે ભૌતિકક્ષેત્રમાં કર્મતંત્રનો કાબૂ છે. ત્યાં તમારું જોર ચાલશે નહિ. તમે ઘણાં જ બુદ્ધિશાળી છો, તમે શક્તિશાળી છો, તમારી કાર્ય કરવાની શક્તિ શ્રેષ્ઠ છે, આ બધા સાથે અજ્ઞાત પરિબળ (કર્મતંત્ર) અનુકૂળ ન થાય તો તમારા પરિબળો કામ નહિ લાગે, માટે કહ્યું કે ભૌતિકક્ષેત્ર ઉપર કર્યતંત્રનો કાબૂ છે. આધ્યાત્મિક ક્ષેત્ર ઉપર તમારો પોતાનો કાબૂ છે, આત્માનો કાબૂ છે, સંકલ્પનો કાબૂ, પુરુષાર્થનો કાબૂ, અનુગ્રહ અને કૃપાનો કાબૂ છે. ભગવાન મહાવીર કહેતાં હતાં કે...
अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो ।
અપ્પા વંતો સુદી હોદ્દ, અસ્તિં ોએ પત્થ ય ॥ (ઉત્તરાધ્યયન સૂત્ર) તું તારા આત્મા ઉપર કાબૂ મેળવ. આપણા આત્મા ઉપર આપણે કાબૂ મેળવી શકતાં ન હોત તો ભગવાન મહાવીર આમ કહેત નહિ. તેમણે જ કહ્યું છે તેમ નથી, પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org