________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૫૧
તારા રખડશે, જેમ રખડતી રેત’, બીજું રજકણ એટલે માટીનું ઢેકું અને વૈમાનિક દેવની રિદ્ધિ, ‘બન્ને માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો.’ સમગ્ર જગત પુદ્ગલ છે. જગતમાં જે કંઈ છે તે પુદ્ગલ છે, અને તેનાં પ્રકારો અનંત છે. એનું રૂપ અલગ અલગ છે, તેની વિશેષતાઓ છે, તેની ઘટના, રૂપ, રંગ, આકૃતિ બધું જ અલગ છે, પરંતુ ફન્ડામેન્ટલ તત્ત્વ જે છે તે પુદ્ગલ. આવા પુદ્ગલ ઉપર આજ સુધી જેની નજર હતી તેને કહેવાય છે પુદ્ગલાનંદી. હવે નજર ઊઠી અને આ નજર ક્યાં ગઈ? તો આત્મા ઉપર. આત્માને જોયો નથી, જાણ્યો નથી, અનુભવ્યો નથી, પ્રાપ્ત થયો નથી, પરંતુ આત્માને હવે જાણવો છે, અનુભવવો છે. અને પ્રાપ્ત પણ કરવો છે, તો જેમ પુદ્ગલ માટે અનંતકાળ આપ્યો તેમ આત્મા માટે જો એક જન્મ આપશો તો અનંત જન્મોનું સાટું વળી જશે. પરંતુ આ ક્યારે થશે ? જ્યારે તમે પુદ્ગલ પરથી તમારું લક્ષ હટાવી આત્મા ઉપર લક્ષ આપશો ત્યારે થશે. આજ સુધી જે પણ કંઈ થયું તે બાહ્ય કર્મકાંડ હતું. તે કરતાં રહેજો, ના નથી, પણ આ વાત લક્ષમાં લેજો.
આ એક અલૌકિક ઘટના છે. લૌકિક ઘટનામાં તો સંબંધો પુનઃ પુનઃ સ્થાપિત થાય છે, પરંતુ આત્મજ્ઞાનની ઘટના એક એવી અલૌકિક ઘટના છે કે સમગ્ર જગતમાંથી જીવ કાયમ માટે મુક્ત થાય છે. તમારા કુટુંબમાં ૨૦, ૩૦ કે ૪૦ વર્ષ કોઈ વ્યક્તિ સાથે રહી હોય, સાથે જમ્યા હોય, રમ્યા હોય, સાથે સુખ દુઃખ સહન કર્યા હોય, સાથે લડ્યા હોય અને મોજ પણ કરી હોય અને ૪૦ વર્ષ પછી કોઈ હાથ જોડીને એમ કહે કે હવે આ કુટુંબમાંથી જાઓ, મારે મુક્ત થવું છે. તમને નહિ ગમે. પરંતુ જેઓ આત્મજ્ઞાન તરફ જાય છે ને સર્વ કર્મોનો ક્ષય કરે છે, તેઓ સમગ્ર કુટુંબમાંથી અને વિશ્વમાંથી મુક્ત થાય છે. તેઓ આપણા વચ્ચેથી ચાલ્યા જાય છે. નમ્રુત્યુમાંં સૂત્રમાં આવે છે,
સિવમયતમરુ-મળંત-મન્વય-મ ંત-મવ્વાવાદ-મપુખરાવિત્તિ ।
હવે પુનરાવૃત્તિ થવાની નથી, આપણા વચ્ચે એ પાછા આવવાના નથી. સમગ્ર સંસારમાંથી કાયમ માટે મુક્ત થઈ, અનંત આનંદના સાગરમાં ડૂબી જ જવાના છે. આવી ઘટના જીવનમાં ઘટે છે, તે ધરતી ઉપરની અલૌકિક ઘટના છે. તમને શું આશ્ચર્યકારક લાગે છે?
એક પોસ્ટમેન, જેનો પગાર મહીને બસો, અઢીસો હશે, તેને વીસ લાખની લોટરી લાગી. એટલો બધો લહેરમાં આવી ગયો કે હાથમાં લોટરીનો કાગળ લીધો અને ધાબાં ઉપર ચડી, ડીસ્કો ડાન્સ કરવા લાગ્યો, નાચતાં નાચતાં કિનારે આવ્યો, ખબર ન રહી અને પડ્યો નીચે. હાથમાં વીસ લાખનો કાગળ રહી ગયો, આ ઘેલછા. આવી ઘેલછા જીવનમાં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org