________________
૩૩૨
પ્રવચન ક્રમાંક - ૨૯, ગાથા ક્રમાંક - ૩૦, ૩૧ નથી કે બાબો જુઠું નહિ બોલે, પાન તમાકુ નહિ ખાય. એ ખાતો હશે, મોહ આવ્યો ને? મોહને કાઢવાની તાકાત આ જ્ઞાનમાં નથી પરંતુ અનુભવ જ્ઞાનમાં છે.
જ્ઞાનકળા ઘટ ભાસી, જાકું જ્ઞાનકળા ઘટ ભાસી, તન ધન નેહ નહીં રહ્યો તાકું, છિનમે ભયો ઉદાસી..જાકું..
હું અવિનાશી ભાવ જગત કે, નિર્ચે સકલ વિનાશી,
એહવી ધાર ધારણા ગુરુગમ, અનુભવ મારગ પાસી..જાઉં. અંદરમાં જ્ઞાન થાય ત્યારે શું થાય? આકાશમાં સૂર્ય ઊગ્યો નથી પણ તેની પહેલાં અરુણોદય થાય અને અંધકાર ચાલી જાય. સૂર્ય આવ્યા પછી અંધકાર ન રહે તે નક્કી, તેમ જ્ઞાન થાય અને અંદર ક્રાંતિ થાય, “જ્ઞાનકળા ઘટ ભાસી શું થયું? ‘તન ધન સ્નેહ નહીં રહ્યો તાકું.” તન, ધન એટલે શરીર સંપત્તિ, તેમાં તેની મૂછ, તેમાં મારાપણું રહ્યું નહિ. અને ક્ષણભરમાં એ જગતના બધા પદાર્થોથી ઉદાસીન થઈ ગયો. ચક્રવર્તી તેની સંપત્તિ ત્યાગીને જંગલમાં વૃક્ષ નીચે દિગંબર અવસ્થામાં મુનિ તરીકે પ્રસન્નતાથી ઊભા રહે છે. સાહેબ! પાંચ પૈસા ફાળામાં આપવા હોય તો, સો વખત ખીસામાં હાથ નાખે, પાંચિયું ક્યાં ગયું? નોટો તો હોય પણ પાંચિયું જ આપવું છે, અને જ્ઞાનીને આ છ ખંડની સાહ્યબી એક ક્ષણમાં છૂટી જાય છે. અનંતકાળની આસક્તિ, અનંતકાળની મૂછ, અનંતકાળનો સ્નેહ ક્ષણભરમાં છૂટી જાય છે. એ તાકાત જ્ઞાનની છે. જ્ઞાનનો હથોડો પડ્યો નથી કે આસક્તિ તૂટી નથી. ગમે તેટલી મજબૂત આસક્તિ હશે, તે ક્ષણભરમાં છૂટી જશે. જ્ઞાનકળા ઘટ ભાસી! આસક્તિ છૂટી ન હોય તો જાતે નિર્ણય કરી લેજો કે હજુ જ્ઞાન થયું નથી. બહુ સરસ બોલતાં ન આવડતું હોય, તત્ત્વજ્ઞાન ન હોય, તો કંઈ વાંધો નહિ, પણ આસક્તિ છૂટી ગઈ તો સમજવું કે જ્ઞાન થયું. જ્ઞાનનો સંબંધ આસક્તિ છૂટી જવા સાથે છે. પછી અંદર ઘોલન થાય કે હું અવિનાશી છું, અંદર રહેલ જ્ઞાતા દ્રષ્ટા અવિનાશી છે. અને જગતના બધા ભાવો નિશ્ચિત વિનાશી છે, નાશવંત છે, ક્ષણભંગુર છે, આવી ફાટ પડી જાય. હવે તેને સમજાય છે કે માંહ્યલો અવિનાશી અને જેને હું જોઈ રહ્યો છું તે વિનાશી, જોનારો કાયમી અને જેને જોઈ રહ્યો છું તે કાયમી (પરમેનન્ટ) નહિ. તમારો દસ બેડરૂમનો ફલેટ તે કાયમી નહિ, પણ જોનાર કાયમી. આવી અનુભૂતિ જીવનમાં થાય કે હું અવિનાશી છું અને જગતનાં પદાર્થો વિનાશી છે, વિનશ્વર છે, તેનો નાશ થાય તેમાં નવાઈ શી?
તમે પેરીસથી ચાના કપરકાબી લાવ્યા હો અને લોકોને કહો કે આ એક હજાર રૂપિયાના ડઝન છે, જુઓ તો ખરા ! આ કંઈ જેવી તેવી વસ્તુ નથી. પછી તેમાં ચા ભરી જમાઈને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org