________________
૩૩૬
પ્રવચન ક્રમાંક - ૩૦, ગાથા ક્રમાંક - ૩૨, ૩૩
પ્રવચન ક્રમાંક - ૩૦ ગાથા ક્રમાંક - ૩૨, ૩૩
મતાર્થી દુર્ભાગ્ય
નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. (૩૨) લક્ષણ કહ્યાં મતાર્થીના, મતાર્થ જાવા કાજ,
હવે કહું આત્માર્થના, આત્મ-અર્થ સુખસાજ. (૩૩) , ટીકા જેને ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય પાતળા પડ્યા નથી, તેમ જેને અંતર-વૈરાગ્ય
ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્યાસત્ય તુલના કરવાને જેને અપક્ષપાત દૃષ્ટિ નથી, તે મતાર્થી જીવદુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મોક્ષમાર્ગને પામવા યોગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું. (૩૨) એમ મતાર્થી જીવનાં લક્ષણ કહ્યાં, તે કહેવાનો હેતુ એ છે કે કોઈપણ જીવનો તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવનાં લક્ષણ કહીએ છીએ. તે લક્ષણ કેવા છે? તો કે આત્માને અવ્યાબાધ સુખની સામગ્રીના હેતુ છે. (૩૩)
પરમકૃપાળુદેવે એકથી એકત્રીસ ગાથાઓમાં જે કહ્યું તેનો તેમને ૩૨મી ગાથામાં નિષ્કર્ષ આપવો છે, અને ૩૩મી ગાથામાં આગળ જે વાત કરવાની છે, તેની પ્રસ્તાવના કરવાની છે. ૩રમી ગાથામાં નિષ્કર્ષ આપીને એક વાત સ્પષ્ટ કરવાની છે કે જેને આત્માનું હિત અને ભલું કરવું હોય, જેને પરમાર્થ સાધના કરવાની હોય, જેને આત્માની સાધના કરીને પરમાર્થ પામવો હોય તેણે નીચેની બાબતો જીવનમાંથી દૂર કરવી પડશે.
અશુભ પ્રવૃત્તિઓ દૂર કરે તે નવાઈની વાત નથી. ક્રિયાજડ ક્રિયાઓ તો કરે છે. આવશ્યક અનુષ્ઠાનો, તપ, વ્રત પણ કરે છે. તીર્થયાત્રા, સ્વાધ્યાય ધ્યાન આદિ પણ કરે છે, છતાં ક્રિયાજડ છે. તેણે ક્રિયાજડ મટવું પડશે. તેને વ્રત, અનુષ્ઠાન છોડવાનાં નથી, પરંતુ જે હેતુપૂર્વક, જે લક્ષપૂર્વક થવા જોઈએ, જે વિવેક સાથે કરવાં જોઈએ તે નથી કરતો. તેઓએ બીજી વાત એ કહી કે જ્ઞાન તો અનિવાર્ય છે જ, જ્ઞાન તો પ્રકાશ છે. અંધકારમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org