________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૩૫
છે. જેના વિષે જ્ઞાન પરિણામ પામે નહિ એવાં જીવોમાં તેની ગણતરી થાય. જ્ઞાન પામવાની યોગ્યતાવાળા જીવમાં એની ગણતરી ન થાય. તેણે પોતાનો અધિકાર ખોયો. એ અઅધિકારી છે, તેને જ્ઞાન પ્રાપ્ત ન થાય.
૩૧મી ગાથા પૂરી થઈ. ૩૨ મી ગાથામાં પરમકૃપાળુદેવને એક નાનકડો નકશો આપવો છે. જો તમારે સાધના કરવી હોય અને મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો એક ચિત્ર દોરેલ છે. આટલું આટલું જો તમારામાં ન હોય તો તમે સાધના કરી શકશો, અને આટલું આટલું જો હોય તો તમે મતાર્થી ગણાશો. મતાર્થીનું દુર્ભાગ્ય એ છે કે તેને મોક્ષ પ્રાપ્ત ન થાય. જ્ઞાની આવા કઠોર શબ્દો વાપરવાં ઇચ્છતાં નથી. તે હંમેશા મધુર અને મીઠું બોલે છે. દુર્ભાગી શબ્દ બહુ પીડા અને વેદના પછી વાપર્યો છે. આ જે શબ્દો અને વર્ણવવાના છીએ તે નેગેટીવ સાઈડ. આ ન હોય, આ ન હોય તેવો નેગેટીવ જીવ, જેનું અમે વર્ણન કરવાનાં છીએ, આવા લક્ષણવાળો જીવતે મતાર્થી છે અને આવોમતાર્થી જીવ કમનસીબ અને દુર્ભાગી છે. મતાર્થી જીવ સાધના કરી શકતો નથી અને તેને મોક્ષ પ્રાપ્ત થતો નથી. આવી છેલ્લી ઓળખાણ આપીને પરમકૃપાળુદેવ આત્માર્થીના લક્ષણો ઓળખાવશે, તે ક્રમે ક્રમે જોઈશું.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org