________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૧૫
છે. પવન આવે એટલે મોજું ઊઠે. પવન ન હોય તો મોળું ન ઊઠે, નદી ન હોય તો અને પાણી ન હોય તો મોજાં ન ઊઠે. મોજું ઊઠે છે તો નદી પણ જોઈએ, પાણી પણ જોઈએ અને પવનનો સ્પર્શ પણ જોઈએ. અંદર જે વૃત્તિઓ ઊઠે છે તે ઊઠવામાં બે પરિબળો કામ કરે છે. એક પરિબળ આત્મા અને બીજું પરિબળ કર્મનો સંયોગ છે. કર્મના ઉદયના કારણે અંદર કંપન થાય છે. સિતારને આંગળી અડે એટલે મધુર સંગીત પેદા થાય છે, એ સંગીત સિતા૨માં પણ નથી અને આંગળીમાં પણ નથી. પરંતુ સિતાર વગર સંગીત થશે નહિ, સિતારના તાર ઉપર જ્યારે વાદકની આંગળી જાય છે ત્યારે એમાંથી તરંગ પેદા થાય છે, તેને આપણે સંગીત કહીએ છીએ. આત્મા અને કર્મ એ બેના સંબંધમાં કર્મનો ઉદય થવાથી અંદર જે કંપન થાય છે તેને આપણે વૃત્તિ કહીએ છીએ.
માયા
રાગ એ એક વૃત્તિ છે. રાગ એટલે મમત્વ, મારાપણું, મૂર્છા. દ્વેષ પણ વૃત્તિ છે, તિરસ્કાર, ધિક્કાર, નફરત, અણગમો, બીજા પ્રત્યે દુર્ભાવ, એ દુઃખી થાય, તેનું અહિત થાય તેવો વિચાર. બદલો લેવો તે પણ વૃત્તિ છે. અહંકાર અને ક્રોધ પણ વૃત્તિ છે, અને લોભ પણ વૃત્તિ છે. કર્મના ઉદયના કારણે અંદર વૃત્તિ જ્યારે ઊઠે છે ત્યારે તે વૃત્તિના સંસ્કાર પડે છે. આપણે જ્યારે ક્રોધમાં હોઈએ ત્યારે પા કલાક, અર્ધો કલાક કે એથી વધારે સતત ક્રોધ કરી શકતાં નથી. પ્રયત્ન કરી જોજો. ક્રોધ આવશે પણ તે મિનિટ, બે મિનિટ કે પાંચ મિનિટ ચાલશે. ક્રોધ શાંત પણ થશે. તમે શાંત ન થાવ તો બીજાઓ તમને શાંત કરવાં આવશે. અરે ! જંપો ને, શાંત પડો, શા માટે લડો છો ? પરંતુ એક વાત એ કે જે ક્રોધ કર્યો તે ક્રોધનાં સંસ્કાર પડે છે તેથી જ્યારે જ્યારે તેને અનુકૂળ નિમિત્ત આવશે તે તે વખતે આપણે જાગૃત ન હોઈએ તો ક્રોધની વૃત્તિ ઊઠે. મતલબ કે ક્રોધ કરવા આપણે નિષ્ણાત બની જઈએ છીએ.
નાના બાળકોને બોલતાં નથી આવડતું પણ આપણને તેના હાવભાવ પરથી ખબર પડે છે કે તે રિસાયો છે કે ચિડાયો છે. બાબો બોલી શકતો નથી પણ તેને ક્રોધ કરવાની ખબર પડે છે, કારણ કે ક્રોધની વૃત્તિ અનંતકાળથી તેણે પોષી છે. આવી વૃત્તિઓ અનંતકાળથી આપણે પોષતાં, પોષતાં આવ્યા છીએ. જ્યાં જ્યાં ગયા ત્યાં આપણે શું કર્યું ? વૃત્તિઓને પોષવાનું કામ કર્યું. આ વૃત્તિ શબ્દ માટે શાસ્ત્રમાં સંજ્ઞા શબ્દ છે. સંજ્ઞા એટલે ચિન્હ, ઓળખાણ. વૃત્તિને ઓળખવાનું લક્ષણ એને કહેવાય છે સંજ્ઞા. શાસ્ત્રમાં એમ કહ્યું કે આહાર સંજ્ઞા એટલે ખાવાની પ્રબળ વૃત્તિ. પ્રબળ વૃત્તિ એટલે વિશેષ પ્રકારનો સ્વાદ પોષવાની વૃત્તિ. અત્યારે તો લીસ્ટ બનાવવામાં આવે છે અને તે લીસ્ટ કેટલું લાંબુ છે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org