________________
૩૨ ૬
પ્રવચન ક્રમાંક - ૨૯, ગાથા ક્રમાંક - ૩૦, ૩૧
પ્રવચન ક્રમાંક - ૨૯ ગાથા ક્રમાંક - ૩૦, ૩૧ શુષ્કજ્ઞાની-જૈસી પત્થરકી નાવા
જ્ઞાનદશા પામે નહિ, સાધન-દશા ન કાંઈ, પામે તેનો સંગ છે, તે બૂડે ભવમાંહી. (૩૦) એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ,
પામે નહિ પરમાર્થને, અનુ-અધિકારીમાં જ. (૩૧) ટિીકા તે જ્ઞાનદશા પામે નહીં. તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી, તેથી તેવા જીવનો
સંગ બીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે. (૩૦) એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કેમકે ઉપર કહ્યા જીવ, તેને જેમ કુળધર્માદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઈચ્છાથી પોતાના શુષ્કમતનો આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહિ, અને અન્ અધિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નહિ, એવા જીવોમાં તે પણ ગણાય. (૩૧)
આ ગાથામાં સંગ કોનો ન કરવો? કોની સાથે ન બેસવું? કોની સાથે વાત ન કરવી અને કોનો ઉપદેશ ન લેવો? તે વાત કરી છે, આ જગત, આ સંસાર, આ કાળ અને તેમાં વિચિત્રતા પણ એવી જ છે, તેમાં શંકા નથી, પરંતુ તેમાં પણ જો કોઈ વ્યક્તિ ક્રિયાજડ વ્યક્તિનો સંગ કરે તો તેને ઘણું નુકસાન છે. આવી વ્યક્તિઓથી બચવા માટે કૃપાળુદેવે ચેતવણી આપી છે.
પહેલું સૂત્ર - “જ્ઞાનદશા પામે નહિ', આ નાનકડી કડીમાં પણ મહત્ત્વની વાત કરી છે. જ્ઞાનદશા પામે નહિ, આનું પૃથક્કરણ, જ્ઞાન પામે પણ દશા નહિ. આ જીવ જ્ઞાન પ્રાપ્ત કરે છે, પણ દશા એટલે અંતરંગ અવસ્થા પ્રાપ્ત કરી શકતો નથી. દશા એટલે ટ્રાન્સફરમેશન, દશા એટલે આંતરિક ભૂમિકા, દશા એટલે આંતરિક ફેર. જે નવ પૂર્વ ભણેલો હોય, તેને તમે અજ્ઞાની તો ન જ કહી શકો. નવપૂર્વભણ્યો હોય તે નિશ્ચયનય, વ્યવહારનય, ઉપાદાન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org