________________
૩૨)
પ્રવચન ક્રમાંક - ૨૮, ગાથા ક્રમાંક - ૨૮, ૨૯ અંદર કામવાસનાની વૃત્તિ ઊઠે છે, તો શીલ, સદાચાર, સંયમ તથા બ્રહ્મચર્ય વ્રતથી કામવાસના જીતાય. બ્રહ્મચર્ય એ માત્ર વ્રત નથી પણ અંદર જે કામવાસનાની વૃત્તિ ઊઠે છે, પીડા આપે છે, મૂંઝવણ આપે છે, જેના કારણે જીવનમાં અસંતોષ ઊભો થાય છે, એ વૃત્તિને જીતવા માટેની સાધના છે, આ વૃત્તિને જીતવા શીલ અને સંયમની સાધના કરવાની છે. આ વ્રતનું પાલન થતું હોય અને કામવાસનાની વૃત્તિ જીતાતી ન હોય તો, લઘું વ્રત અભિમાન', પણ વૃત્તિનું સ્વરૂપ તેણે જાણ્યું નહિ.
પરિગ્રહ સંજ્ઞા એ સંગ્રહ કરવાની વૃત્તિ છે. તમને કોઈ પૂછે કે તમને કેટલું મળે તો સંતોષ થાય. મને એમ લાગે છે કે તમે બીજા માટે બાકી નહિ રાખો. બધું મને એકલાને જ જોઈએ છે. ભગવાન મહાવીર કહેતાં હતાં કે મનુષ્યની ઈચ્છાઓ અનંત છે. જેમ જેમ વધારે મળે છે તેમ તેમ ઈચ્છાઓ પણ વધે છે. આ લોભની વૃત્તિ જીતવા દાન દેવું જરૂરી છે. તપ, ભાવના, શીલ અને દાન આ ચારે ધર્મો તે ચાર સંજ્ઞાઓ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાને જીતવા માટે છે. હિંસાવૃત્તિ, ચોરીની વૃત્તિ, પરિગ્રહની વૃત્તિ, અસત્યની વૃત્તિ આમ અસંખ્ય વૃત્તિઓ છે. જીવદયાનું પાલન કરીએ છીએ, પાણી ગાળીને પીએ છીએ, રાત્રિભોજન કરતાં નથી, આનંદની વાત છે. કોઈ જીવને દુભવતા નથી તે પણ આનંદની વાત, પણ અંદરમાં બીજાનું બૂર કરવાની ભાવના ઊઠતી હોય તો વ્રત થયું પણ વૃત્તિ ગઈ નથી. જીવનમાં વ્રતો થાય છે પણ વૃત્તિઓ જતી નથી. “લઘું સ્વરૂપ ન વૃત્તિનું પહેલું સૂત્ર જે વ્રત કરે છે તે વૃત્તિઓનું સ્વરૂપ સમજ્યો નથી. અશુભ વૃત્તિઓ અને શુભ વૃત્તિઓ એમ બે ભાગમાં બધી વૃત્તિઓનો સમાવેશ થાય છે. રાગ અને દ્વેષ આ બેમાં પણ બધી વૃત્તિઓ સમાઈ જાય છે. તમામ ધર્મશાસ્ત્રો એમ કહે છે કે રાગ દ્વેષથી મુક્ત બનો. રાગદ્વેષથી મુક્ત બનો તેમ કેટલી વાર વાંચ્યું અને સાંભળ્યું પરંતુ એક ટકો પણ રાગ તેષ ગયા નહિ. રાગ દ્વેષથી મુક્ત થવું તે ધર્મ છે.
કેશીકુમાર અને ગૌતમ સ્વામીજી બન્ને મળ્યાં છે. કેશીકુમાર ભગવાન પાર્શ્વનાથનાં ગણધર અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં ગણધર છે. આ બન્ને મહાપુરુષો એક નગરમાં બહુ સરળતાથી મળ્યાં છે. મોટે ભાગે આ ઘટના ઘટવી ઘણી મુશ્કેલ છે, પણ જ્ઞાનીઓમાં ઘટે. જ્ઞાનીઓ મળે પણ જે જ્ઞાની નથી અને વિદ્વાન છે તેને મળવું ઘણું મુશ્કેલ છે, કેશીકુમાર કહે છે કે હું જોઉં છું કે તમે મુક્ત વિહાર કરો છો, તમને બંધન નથી, તમે આનંદમય છો. વસંતઋતુ ખીલે તેમ તમારી ચેતના ખીલેલી છે. શરદપૂનમ અને કમળનું ફૂલ જેમ ખીલે તેમ તમે ખીલ્યાં છો. ઘસમસતી નદી વહે તેમ તમે વહી રહ્યા છો. તમારા મુખ પર કોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org