________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૮૩ કરીને જે માર્ગે ચડ્યો છે-રસ્તે ચડ્યો છે, જે માર્ગને અનુસરે છે અને અસંગ્રહનો વિજય કરીને તત્ત્વને અનુસરનારી બુદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે તેને કહેવાય છે. માર્ગાનુસારી. આ માર્ગાનુસારીથી માંડીને ક્ષીણમોહ સુધીની યાત્રા સાધકે કરવાની છે. તેનો નકશો શાસ્ત્રમાં આજે પણ સ્પષ્ટ છે.
અપુનબંધક, સમ્યગદૃષ્ટિ, ગૃહસ્થ જીવન, મુનિનું જીવન, સાતમું ગુણસ્થાન, આઠમું ગુણસ્થાન અને ક્ષપક શ્રેણી, ઉપશમ શ્રેણી વિગેરેનું શાસ્ત્રમાં જે વર્ણન છે તે તમે જુઓ. તેમાં કહ્યું છે કે મુનિ ! તમે આ રીતે જીવો, શ્રાવક ! તમે આ રીતે જીવો, તમારા વ્રતો આ છે. તમારું કર્તવ્ય આ પ્રમાણે છે. સવારે વહેલા ઊઠીને આ રીતે ધ્યાન અને સામાયિક કરજો, પ્રતિક્રમણ કરજો, પ્રાર્થના કરજો, તત્ત્વચિંતન અને ગુણાનુવાદ કરજો, અને “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો, આવી ભાવના કરજો. તમારી ભૂમિકા કેવી છે તે તમારે જાણવું હોય તો શાસ્ત્રોમાં યોગની આઠ દૃષ્ટિઓ, ચૌદગુણસ્થાનો થર્મોમીટર છે. આ પંચમકાળમાં પણ તમારી પાસે અણમોલ ખજાનો છે. શાસ્ત્રો ઉઘાડીને વાંચો તો ખબર પડે. પહેલું ગુણસ્થાનક કેવું હોય? ચોથે કે પાંચમે શું થાય? છ વર્તન કેવું હોય? અપ્રમત્ત અવસ્થા કેવી હોય? કૃપક શ્રેણી કેવી હોય? કર્મ નિર્જરા કેવી રીતે થાય? ચારિત્ર મોહનો પરાજય કેમ થાય? ક્ષણમોહ ગુણસ્થાનકે કેમ પહોંચાય? આ બધી ઘટનાઓ જીવનમાં જે ઘટે છે, તેનું તૈયાર સ્પષ્ટ ચિત્ર આજે પણ શાસ્ત્રમાં તમારી સમક્ષ છે.
અમને કહેવાનું મન થઈ જાય છે કે તમારા ઘરમાં તમારા ફોટા નહિ ચોટાડો તો ચાલશે, પણ સરસ ગાથાઓ સોનાના અક્ષરે મઢીને ઘરમાં રાખો. ઘરમાં આવતાં જતાં વાંચી શકાય. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગણિત.” તમને હેમરીંગ થાય, બોધ મળે, તમને જાગૃતિ મળે. પૂ.યશોવિજયજી મહારાજે જ્ઞાનસારમાં એક બહુ મહત્ત્વની વાત કરી.
अज्ञानाहिमहामन्त्रं, स्वाच्छन्द्यज्वरलवनम् । ઘર્મારામસુઘાવુંન્યાં, શાસ્ત્રમાકુર્મર્ષય: II (૨૪/૭)
અજ્ઞાન ઝેર ઉતારે, ટાળે સ્વચ્છંદતા જવર;
ધર્મબાગે સુધા સિંચે, મહર્ષિ શાસ્ત્ર તેને કહે. ઋષિઓ, જ્ઞાનીઓ, સંતો અને શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર શું કામ કરે છે? પહેલું કામ અજ્ઞાનરૂપી નાગનું ઝેર ઉતારે છે. બીજો સાપ જો કરડે તો શરીરમાં ઝેર ફેલાય છે, પણ આ અજ્ઞાનરૂપી સાપ આખા આત્મામાં ઝેર ફેલાવે છે. અજ્ઞાન છે, તો વિષયો, વિભાવો, કષાય, મોહ, આસક્તિ અને દુષ્કર્મો છે. આ બધી અજ્ઞાનની પેદાશ છે. સાહેબ ! મહા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org