________________
૨૯૦
પ્રવચન ક્રમાંક - ૨૫, ગાથા ક્રમાંક - ૨૭ ફૂલોનો સાર, તેમ આત્મા તે સર્વ શાસ્ત્રોનો સાર છે. જેણે આત્મા જાણ્યો તેણે, સર્વ જાણ્યું. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે “નો એi ના, સો સળં ગાબડું ” જે એકને જાણે છે તે સર્વને જાણે છે.
જ્યાં લગી આતમદ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું, ત્યાં લગી ગુણઠાણું ભલુ, કેમ આવે તાણું,
આત્મતત્ત્વ વિચારીએ. શાસ્ત્રો શેના માટે છે? શાસ્ત્રો લડવા માટે નથી, ચર્ચા માટે નથી, તર્ક માટે નથી, વાદ વિવાદ માટે નથી. પરમાર્થની ગવેષણા કરવા માટે શાસ્ત્રો છે. આત્માનું શોધન કરવા માટે શાસ્ત્રો છે. કેવી રીતે આત્મા બંધાય છે? શું ભૂલ થાય છે? ભ્રાંતિ કેમ થાય છે? કેમ ટળે ? શું કરવું? તે ટાળવા કોની પાસે જવું? કોના આશરે જવું? કર્મો કેમ તૂટે? બંધનો કેમ તૂટે? આત્મા શુદ્ધ કેવી રીતે થાય? વિભાવ ટાળી, સ્વભાવમાં કેમ રહેવાય? સાહેબ! આ બધું જાણવા માટે શાસ્ત્રો છે. શાસ્ત્રોમાં આ વર્ણન છે. પરમકૃપાળુદેવની નાનકડી કડી વારંવાર યાદ કરીએ છીએ કે, “આ શાસ્ત્ર સર્વ કહ્યા વિશેષે, જીવ કરવાં નિર્મળો.” આત્માને નિર્મળ કરવાં માટે શાસ્ત્રો કહ્યાં છે, તો નિર્મળ કરવાની તે ચિંતા કરતો નથી, પણ દિગંબર સાચા કે શ્વેતાંબર સાચાં, તેની ચિંતા કરે છે. આ બધું તું છોડી દે ને ભાઈ ! શા માટે નવું ટેન્શન ઉમેરે છે? કુંદકુંદાચાર્ય સાચાં કે હરિભદ્રસૂરિ સાચાં? તારી પાસે તોલમાપ કયું? આ શાસ્ત્રનો ઉપયોગ આત્મશુદ્ધિ માટે કર.
રામકૃષ્ણ પરમહંસ કહેતાં હતાં કે, બે માણસો આંબાના ઝાડ નીચે ગયા. તેમાં એક ડાહ્યો માણસ હતો, તેણે નીચે પાકી કેરી પડી હતી તે ખવાય તેટલી ખાઈ લીધી. કામ પૂરું થયું. પરંતુ બીજાએ તો માળીને બોલાવ્યો અને પૂછ્યું કે આનું બીજ-ગોટલો ક્યાંથી લાવ્યા? કઈ રીતે વાવ્યો? શું ખાતર નાખ્યું? ક્યારથી આ છે? કોણ ધ્યાન રાખે છે? ટાઈમ પૂરો થઈ ગયો. પહેલાંએ કેરી ખાધી, અને આ ચર્ચામાં રહ્યો.” “માખણ થા સો વિરલા પાયા, છાશે જગત ભરમાયા. મોટા ભાગનાં લોકો ચર્ચામાં જ રહી જાય છે અને માખણ કોઈક જ ખાઈ શકે છે.
જિનહી પાયા, તિનહી છિપાયા, ન કહે કોઉ કાનમેં, તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઉ સાનમેં.
હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. જેને ખજાનો મળ્યો તે કહેવા રહેતા નથી. મન મસ્ત થઈ ગયું. ખજાનો હાથમાં આવી ગયો, હીરો મળ્યો, પછી બોલવા જેવું છે શું? આપણને કંઈ મળતું નથી અને ઘણું બોલીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org