________________
૨૯૭
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કહ્યું કે, “ભગવાન મહાવીરે. પૂણીયાએ કહ્યું કે “એક સામાયિકની કિંમત શું થાય? તે પ્રભુને પૂછો, મને પૂછવાની જરૂર નથી.” શ્રેણિકે ભગવાનને પૂછ્યું, ભગવાને કહ્યું કે “તારું મગધ દેશનું રાજ્ય, બધી ઋદ્ધિ તું આપી દે, તે ઘોડાની ખરીદી આગળ માત્ર લગામ જેટલી કિંમતની છે.” પૂણીયાની એક સામાયિક આ ઊંચાઈ ધરાવે છે. કારણ? દરિદ્ર હોવા છતાં તેની પાસે અંદરની સમૃદ્ધિ હતી, અંદરની ચેતના અને અંદરનું બળ હતું, અંદરનું સામર્થ્ય હતું, અને એ બંધ તાળા ઉઘાડવાની ચાવી સદ્ગુરુ જાણે છે.
સદ્ગુરુ બીજું કશું જ કરતાં નથી. ચાવી આપે છે. ધારો કે તમારો ચાવીનો ઝૂડો ખોવાઈ ગયો હોય, રમતાં રમતાં નાના બાબાનાં હાથમાં આવ્યો. તમે ચાવી શોધતાં હો અને બાબો કહે કે આ ઝૂડો તમારો છે? તમને જોતાં ખ્યાલ આવે કે એ તો મારો જ છે, તો પછી બાબો કેટલો વ્હાલો લાગે! બાબાએ કર્યું શું? ઝૂડો તમારો, ખોયો તમે, બાબાએ માત્ર બતાવ્યો. એ બતાવનાર આનંદ આપે છે. તમારા દરવાજા બંધ છે, ઉપર ખંભાતી તાળાં છે દર્શનમોહનાં અને ચારિત્ર મોહનાં; મિથ્યાત્વ, અવિરતિ કષાય અને પ્રમાદના; ક્રોધ, અહંકાર અને ઈષ્યનાં મજબૂત તાળાં છે. એ તાળાંની ચાવી સદ્ગુરુ આપે છે, પણ આ મોઢું ફેરવે છે, પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ થયો હોવા છતાં તે લાભ લેતો નથી.
ફરી પુનરાવર્તન કરીને-પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ જીવને અવશ્ય થયો છે. પણ તે કેવી રીતે ખોવે છે? એક ફકીરે એક માણસને કહ્યું કે મારી પાસે જે આવે તેને હું બહુ સંપત્તિ આપું છું. તે માણસે કહ્યું કે મને પણ આપો. ફકીરે કહ્યું કે તું ચોથા દિવસે આવજે. હું પુલ ઉપર બેઠો હોઈશ, ત્યાં તને સંપત્તિ મળી જશે. ત્યાં સોનામહોરનાં બે ચરૂઓ મૂકેલાં છે. રસ્તામાં આવતાં પેલા માણસને વિચાર આવ્યો કે હું તો બરાબર ચાલું છું, મારી આંખો તો સારી છે, પરંતુ આંધળા કેવી રીતે ચાલતાં હશે? અને તેણે પ્રેક્ટીશ શરૂ કરી. રસ્તામાં મૂકેલા ચરૂ ચૂકી ગયો. ફકીરની પાસે જઈ પૂછયું કે મને તમે આપવાનાં હતાં ને? અરે, “મૈને તો રખા થા, આપને દેખા નહિ?” જોવા માટે આંખ ખુલ્લી રાખવી પડે. નયનાની આળસે રે, મેં તો હરિને નિરખ્યા નહિ રે.” હરિ સર્વત્ર છે પણ નયનની આળસ છે. આંખ ઉઘાડવાની આળસ તેને કહેવાય છે પ્રમાદ.
આંખ ઉઘાડવાની આળસ તેને કહેવાય છે દર્શનમોહ-મિથ્યાત્વ. એના કારણે હરિને ઓળખ્યાં નહિ. પ્રત્યક્ષ સદગુરુનો યોગ થયો હોય, મળ્યાં હોય, ખભો ઘસીને ચાલ્યા હો પણ વર્તે દૃષ્ટિવિમુખ.” એમની નજર પોતાના ઉપર ન પડવા દે. આ જીવ મોક્ષની વાત તો કરે છે, “આપો આપો ને મહારાજ ! મોક્ષ સુખ આપોને.' હાથ લાંબો કરીને ગાય તો છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org