________________
૨૫૩
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
ત્યાગ વિરાગ નચિત્તમાં, થાય ને તેને જ્ઞાન;
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. ચિત્તમાં ત્યાગ વૈરાગ્ય ન હોય તો, તેને આત્મજ્ઞાન થાય નહિ, આત્મજ્ઞાનની ઘટના ઘટી શકે નહિ. ત્યાગની વાત તો કરી પરંતુ તેમાં એક વાત ઉમેરવાની છે. બાહ્ય ત્યાગ તો ખરો, પણ જો જ્ઞાન નહિ હોય તો શા માટે, કયા હેતુથી, શું કરવા ત્યાગ? ક્યારે ત્યાગ?
ક્યા પદાર્થોનો ત્યાગ? ત્યાગ પાછળ કંઈક હેતુ-બળવાને કારણે જોઈએ. ત્યાગ ઘણાં કરતાં હોય છે, ઘરમાં કંઈ કજીયો થયો હોય તો જાઉં છું આશ્રમમાં, એ આશ્રમમાં જાય પણ ખરો. એ ઉત્તેજના અને આવેશમાં ભાગી છૂટ્યો છે. તેણે સમજણપૂર્વક એકાંત માટે ત્યાગ કર્યો નથી. ભાગી છૂટવું જુદી વસ્તુ છે, અને ત્યાગ કરવો જુદી વસ્તુ છે. ત્યાગમાં બે વસ્તુઓ જરૂરી છે. પહેલી વાત, બાહ્ય પદાર્થો અને બાહ્ય સંયોગો સમજણપૂર્વક છોડવાં જોઈએ, અને બીજી વાત, તેના પ્રત્યે આસક્તિ, મમત્વ કે મૂછ છૂટવા જોઈએ, તે છૂટ્યા ન હોય તો એ ત્યાગ સાર્થક ન ગણાય, તે સફળ થઈ શકતો નથી. ત્યાગ અંતિમ લક્ષ નથી. ત્યાગ વચલી ઘટના છે, કંઈક વિશેષ કામ કરવા માટે ત્યાગ કરવાનો છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે એક કલાક મને મારા રૂમમાં એકલો રહેવા દો. મારે એકાંત જોઈએ છે, કારણ કે અગત્યનાં ચોપડાં તૈયાર કરવાનાં છે. આમ ત્યાગ પાછળ કંઈક હેતુ અથવા વિશેષ કામ છે. ત્યાગ એ ભાગેડુ વૃત્તિ કે પલાયનવાદ નથી, ત્યાગ રીસામણાં માટે નથી અને કોઈને સીધા દોર કરવા માટે પણ નથી. ત્યાગ એ કંટાળો પણ નથી. - ત્યાગ એ વિશેષ ઘટના છે, જ્યાં એકાંતનો અવકાશ મળે, જ્યાં ચિંતનનો અવકાશ મળે, અને ખાસ કરીને તો જે આત્મતત્ત્વ છે તેના નિર્ણય માટે શ્રવણ, મનન, ચિંતન કરી શકાય, અર્થઘટન નિદિધ્યાસન થઈ શકે એટલા માટે ત્યાગ કરવાનો છે. પરમકૃપાળુદેવ વારંવાર કહેતાં હતાં કે “ચાલો ઈડર જઈએ, ઉત્તરસંડા જઈએ.” એવા પુરુષને પણ એકાંતમાં જવાનો ભાવ થતો હતો. “એ ધરતી, એ શીલા, એ નદી કિનારો અમને વારે વારે યાદ આવે છે. અમારે આરંભ અને પરિગ્રહ છોડી એકાંતમાં રહેવું છે.' ત્યાગ એ કોઈક હેતુ માટે છે, તે કશાક લક્ષ માટે છે. ત્યાગ આત્મજ્ઞાનની ઘટના જીવનમાં થાય એટલા માટે છે, તમે પૈસા, સ્ત્રી ત્યાગો, તે બાહ્ય ત્યાગ છે પણ તે આત્મજ્ઞાન માટે ન હોય તો મોટે ભાગે ત્યાગ કર્યા પછી સમય વાતોમાં જાય, ગુફામાં પડ્યા રહેવામાં જાય. એમાં જો કાંઈ ચિંતન, મનન, અધ્યયન, અભ્યાસ વિગેરે કશું જ હોય નહિ તો બાહ્ય ત્યાગ ખરો પણ તે આત્મજ્ઞાન માટે નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org