________________
૧૯૭
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કહેવાય.
પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય,
અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. એ સિવાય એટલે પ્રત્યક્ષ સદ્ગુરુના યોગ સિવાય અન્ય ઉપાય કરવામાં આવે તો પ્રાય શબ્દ વાપર્યો એટલે ઘણું કરીને સ્વચ્છંદનું વજન વધી જાય. પોતાની ઇચ્છાએ બીજા ઘણાં ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણો થાય છે.
પ્રત્યક્ષ સગુરુના યોગથી સ્વચ્છંદ રોકાય એમ કેમ કહ્યું? સગુરુ નિષ્કારણ કરુણાવંત છે. ત્યાં શું ઘટના ઘટે છે? સામા જીવને ઠપકો આપ્યા વગર, તેનો તિરસ્કાર કર્યા વગર, તેના તમામ દોષો જાણીને, તું દોષિત છો તેમ કહ્યા વગર, તેને ઉતારી પાડ્યા વગર, તેની નિંદા કર્યા વગર, પરમ પ્રેમથી, પરમ કરુણાથી તેને તેના દોષો જેવાં છે તેવાં સમજાવે છે. અને સમજાવીને ઉપદેશ આપે છે કે આનાથી તારું અહિત થશે, ભલું નહિ થાય. અમંગલ થશે. આમ પ્રેમથી તે તે દોષોથી બચાવી લે છે. આ કામ સદ્ગુરુ જ કરી શકશે. બીજા કોઈ ન કરી શકે, માટે શાસ્ત્રો પણ કહે છે કે સદ્ગુરુ દોષોથી બચાવી લે છે.
ગંદકીમાં કે વિષ્ટામાં પડેલાં બાળકને મા ઉપાડીને નવડાવે છે, કપડાં બદલાવે છે. આ કામ મમ્મી જ કરી શકે, પપ્પા ન કરી શકે. એમ ગુરુ મા છે. મહારાષ્ટ્રમાં ગુરુને માઉલી કહે છે. સદ્ગુરુ મા બરાબર છે. બહુ પ્રેમથી તેઓ દોષોનો ખ્યાલ શિષ્યને આપે છે.
ભગવાન મહાવીર મેઘકુમારને એમ કહે છે કે મેઘ ! રાત્રીમાં મુનિઓએ અવર જવર કરી. એમના જવા આવવાથી તારી નિદ્રામાં ખલેલ પહોંચી અને એટલા માત્રથી તે એવો વિચાર કર્યો કે સવારે ભગવાન મહાવીરની આજ્ઞા લઈને ઘર ભેગા થઈ જવું છે? મેઘકુમારે દીક્ષા લીધી હતી અને બીજે દિવસે સવારે આ વિચાર આવ્યો. પણ એક બચવાની બારી એમણે રાખી. છાનામાનાં નાસી ન ગયાં, પણ ભગવાન મહાવીરને પૂછીને, તેમની સંમતિ લઈને જવાનું વિચાર્યું. ભગવાન મહાવીરને પૂછવા ગયા છે અને ભગવાન મહાવીરે કહ્યું કે મેઘ ! આ તો સાધુઓ છે, સંતો છે, મુનિઓ છે, તેમની ચરણ રજથી તારો સંથારો પવિત્ર બન્યો. પણ તું જે મેઘ બન્યો તેની પાછળ તારા જીવનની અદ્ભુત કરુણાની કથા છે. હાથીના જન્મમાં તે કરુણાની સાધના કરી છે. અદ્ભુત સાધના તું આવા ભાવપૂર્વક કરી શક્યો તો આટલી નાની મુશ્કેલીથી તું નંખાઈ ગયો. ભગવાન મહાવીરે પ્રેમપૂર્વક મેઘને સમજાવ્યા. મેઘકુમાર મહાવીર સ્વામીને કહે છે કે આ બે આંખો સિવાય શરીરના બીજા અવયવોની શુશ્રુષા ગમે તેવું સંકટ પડે તો પણ નહીં કરું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org