________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
જીવનની શોભા છે. ભર્તૃહરિએ કહ્યું છે કે,
સર્વેષામપિ સર્વારળનિવં શીત્યું પરં મૂષળ । (નીતિશતક શ્લોક નં.૮૦) જીવનમાં ઘણાં બધાં અલંકારો છે, ઘણાં બધાં શણગારનાં સાધનો છે, પરંતુ મનુષ્ય માટે શીલ અને સદાચાર જેવો શ્રેષ્ઠ કોઈ અલંકાર નથી. એવો સદાચાર જેના જીવનમાં સ્થિર થાય છે, તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
શરૂઆત કરી વિનયથી. વિનયથી સત્પુરુષનો યોગ થયો, અને સત્પુરુષના યોગ પછી તેમની સેવા અને વૈયાવચ્ચનો ભાવ થયો. તેનાથી સદ્બોધની પ્રાપ્તિ થઈ, સશ્રુતનો યોગ થયો, અને સદ્ભુત પ્રાપ્ત થયા પછી તેના જીવનમાં શીલની સુગંધ, સદાચારની સુગંધ પ્રગટ થઈ, અને આ સદાચારથી તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે.
કઠોપનિષદમાં નાનકડા નચિકેતાને યમરાજા કહે છે કે,
'नायमात्मा प्रवचनेन लभ्यः, न मेधया न बहुना श्रुतेन ।' ‘સત્યન, બ્રહ્મચર્યેળ, તપતા જમ્ય: ।’
નચિકેતા ! આ આત્મા, આ અતીન્દ્રિય તત્ત્વ, આ પરમ તત્ત્વ એ માત્ર પ્રવચનથી તર્કથી પ્રાપ્ત ન થાય, માત્ર બુદ્ધિથી, માત્ર ચર્ચાથી કે બહુ શ્રુતથી પણ પ્રાપ્ત ન થાય. આપણાં બધા જ શસ્ત્રો આણે ઝૂંટવી લીધાં. હું જાણું છું, હું મેધાવી છું, હું તર્કવાન છું, અને હું વાદવિવાદ કરી શકું છું એ શસ્ત્રો નહિ ચાલે. તો કઈ રીતે પ્રાપ્ત થાય ? ત્યારે કહ્યું કે આત્મા વડે આત્મા પ્રાપ્ત થાય છે, તે માટે પાત્ર થવું પડે. પાત્રતા સત્ય, બ્રહ્મચર્ય અને તપથી આવે. એ ત્રણેયનું મિલન હોય તેને કહેવાય છે સદાચાર. સદાચારની મૂડી જેની પાસે છે તે પાત્ર છે, લાયક છે, યોગ્ય અને ક્ષમતાવાન છે. આવા ક્ષમતાવાન જીવને જ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. જીવાદિ નવ પદાર્થોનું જ્ઞાન અનિવાર્યપણે સાધકે પ્રાપ્ત કરવું જોઈએ. જેની પાસે સદાચારની મૂડી છે તે સદ્ભુત દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકશે.
આત્મજ્ઞાન થાય તો આત્મધ્યાન થાય. આત્માને જાણ્યા પહેલાં જેટલી ધ્યાનની પ્રક્રિયા છે, તે પ્રાણ સુધી કે મન સુધી પહોંચે છે, ધારણા સુધી પહોંચે છે, પણ ધ્યાનની ઘટના ઘટતી નથી. આત્મજ્ઞાન વગર ધ્યાન ન થાય. જ્ઞાન અને ધ્યાન એ બન્ને પ્રક્રિયાઓ એક બીજાની પૂરક છે. જ્ઞાની પુરુષો કહે છે કે જે ધ્યાનમાં આત્મા મુખ્ય નથી, એવી ધ્યાનની પ્રક્રિયા શક્તિ આપશે, બાહ્ય ઘટનાઓ ઘટશે પણ આંતરિક શુદ્ધિ નહીં થાય. આત્મજ્ઞાન થયા પછી આત્મધ્યાન થાય અને આત્મધ્યાન થાય તો વીતરાગતા પ્રાપ્ત થાય. આ રીત જુઓ, જીવનમાં વિકાસ કઈ રીતે થાય છે એ પણ જુઓ. રાગ, દ્વેષ અને મોહ એ જબરો કચરો છે, અનંતકાળનો કચરો છે, તેને અગ્નિમાં-દાવાનળમાં જ નાખવો પડે. માટે ધ્યાનને
Jain Education International
૨૩૯
For Personal & Private Use Only
www.jainelibrary.org