________________
૨૩૮
પ્રવચન ક્રમાંક - ૨૧, ગાથા ક્રમાંક - ૨૨ બોધ પ્રાપ્ત થાય છે, અને આવો બોધ પ્રાપ્ત થવો તે મહત્ત્વની ઘટના છે, અને તેનું માધ્યમ છે સદ્ભુત. યોગ જુઓ, વિનય પ્રાપ્ત થયો, સત્પુરુષ મળ્યાં, સદ્બોધ મળ્યો અને તેનો આધાર સદ્ભુત બન્યું, એમ પણ કહ્યું કે સઘળાં શાસ્ત્રો જ્ઞાની પુરુષ મળ્યાં પછી યથાર્થ થાય છે, સફળ થાય છે.
ગૌતમ સ્વામી ચાર વેદના પારગામી તથા સાથે અનેક શાસ્ત્રોના અભ્યાસી છે, આવા મોટા વિદ્વાન પુરુષને ‘આત્મા છે કે નહીં', તે શંકા છે. ભગવાન મહાવીર કહે છે કે ‘ગૌતમ તારી જે શંકા છે તેમાં વેદના વાક્યોનો દોષ નથી પણ તેનો અર્થ તને બેસાડતા નથી આવડતો, તે છે.’ સંગીતકાર શું કરે છે ? એને સ્વર બેસાડતાં આવડે છે માટે સંગીત છે. જ્ઞાની પુરુષ પાસે એવી કળા છે કે શબ્દને અને શબ્દનાં અર્થને સંવાદિતામાં ઢાળે છે. શાસ્ત્રો વાંચવા એક વાત છે અને શાસ્ત્રોમાં રહેલ શબ્દોને યથાર્થરૂપે ગોઠવવા, સમજવા તથા સમજાવવા જુદી વાત છે. સંગીત તો જ પ્રગટ થાય કે એ સ્વરને ગોઠવતાં આવડે અને બોધ તો જ પ્રગટ થાય કે શાસ્ત્રમાં રહેલાં શબ્દોને ગોઠવતાં આવડે. એ શબ્દો અજ્ઞાની પાસે આવે તો અનર્થ થાય, અને જ્ઞાની પાસે આવે તો સાર્થક થાય. જ્ઞાનીની એ કળા છે, જ્ઞાનીનું એ મહત્ત્વ છે. જ્ઞાન સાથેનું જે આચરણ છે તેને કહેવાય છે સદાચાર તેનાથી માણસનું આખું જીવન બદલાઈ જાય છે.
આગળ આવશે મુમુક્ષુ કેવો હોય ? આત્માર્થી કેવો હોય ? તેનું આચરણ કેવું હોય ? તેની વિચાર કરવાની પદ્ધતિ અને ષ્ટિકોણ કેવો હોય ? અભિપ્રાય કેવો હોય ? અને એ પોતે વસ્તુને સમજવા માટે કેવી તૈયારી ધરાવતો હોય ? તે લક્ષણો પણ આવશે. પરંતુ આધ્યાત્મિક સાધનામાં એક શબ્દ કહેવો હોય તો ‘સદાચાર’ છે. આધ્યાત્મિક માર્ગમાં જેને પ્રવેશ કરવો છે તેની પાસે શીલ અને સદાચારની મૂડી જોઈશે. ભગવાન બુદ્ધે ચાલીશ વર્ષ ઉપદેશ આપ્યો, તેમને કોઈએ પૂછ્યું કે તમે શું વાત કરી ? ભગવાન બુદ્ધે કહ્યું, ‘મેં એક શબ્દ ઘૂંટ્યો-તણ્ડા.’ તણ્ણા એટલે તૃષ્ણા. તમામ દુઃખોનું મૂળ તૃષ્ણા છે. વિષયોની તૃષ્ણા, ભોગોની તૃષ્ણા છે, તેમાંથી બીજા ઘણાં બધાં દુઃખો ઊભા થાય છે. આ તૃષ્ણાને જીતવાની જે રીત છે તે પ્રજ્ઞા, શીલ અને સમાધિ આ ત્રણ શબ્દોમાં છે.
મહાભારતમાં એમ કહ્યું છે કે તમારી જાતિ કેવી છે ? તે અમારે પૂછવું નથી. તમારું ગોત્ર કયું છે, અને તમે કયા માર્ગે ચાલો છો, તે પણ અમારે પૂછવું નથી. અમારે પૂછવું છે કે તમારી પાસે સદાચારની મૂડી છે ? શીલની મૂડી છે ? સમાધિની મૂડી છે ? શીલની મૂડી હોય તો એ બ્રાહ્મણ, એ શીલની મૂડી જો ન હોય તો એ બ્રાહ્મણ કુળમાં જનમેલો હોવા છતાં તે બ્રાહ્મણ નથી. શીલ એ જીવનનું સૌંદર્ય છે, શીલ એ જીવનનો અલંકાર છે. શીલ એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org