________________
૨ ૨૮
પ્રવચન ક્રમાંક - ૨૦, ગાથા ક્રમાંક - ૧૯, ૨૦ અને ૨૧ આ ગાથામાં કૃપાળુદેવને જે વાત કરવી છે તે અતિ ગંભીર છે. આનો ખુલાસો માંગશો તો અમે નહિ આપી શકીએ, અને શાસ્ત્રો પણ નહિ આપી શકે, પરંતુ ઘટના ઘટી છે, અને તે મહત્ત્વની છે. “જે સદ્ગુરુના ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન,ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન.'
આ અલૌકિક અને આશ્ચર્યકારક ઘટના છે. ભગવાન ગૌતમ સ્વામીજી અષ્ટાપદજીની યાત્રા કરવા ગયેલા. આ યાત્રા અતિ વિકટ છે, કારણ કે અષ્ટાપદ પર્વત આઠયોજન ઊંચો છે. એકેક યોજનના અંતરે આઠ પગથિયા છે, તેથી ત્યાં ચડવું તે સામાન્ય માણસનું ગજુ નથી. ગૌતમસ્વામીજી પહેલાં પંદરસો તાપસી યાત્રા કરવા ગયેલ છે. ત્યાં ચડી શક્યા નથી એટલે અટકીને બેઠાં છે. ગૌતમસ્વામીજી યાત્રા કરી ઉપરથી આવી રહ્યાં છે અને પંદરસો તાપસો વિચારે છે કે આ કેવી રીતે જઈ શક્યાં હશે? કથા એવી છે કે ગૌતમ સ્વામીજી સૂર્યનાં કિરણો પકડીને ઉપર ચડી ગયેલ. વૈજ્ઞાનિકો જાણશે તો કહેશે કે લાવો લેબોરેટરીમાં અને સાબિત કરી આપો કે કિરણો કેવી રીતે પકડાય ? અત્યારે એટલું જ લક્ષમાં લો કે કિરણો પકડીને ચડી ગયેલ. (એવી લબ્ધિ છે.) પંદરસો તાપસીને ઉપવાસનું પારણું છે. તેઓ ગૌતમ સ્વામીને પૂછે છે કે તમે કેવી રીતે ગયાં? તો કહે કે પરમાત્માની કૃપાથી. તેમણે એમ કહ્યું નથી કે અમે લબ્ધિધારી છીએ અને સૂર્યનાં કિરણો પકડીને ગયા હતા. પંદરસો તાપસોએ ગૌતમસ્વામી પાસે સંયમ ગ્રહણ કર્યું.
બીજી આશ્ચર્યની વાત એ છે કે તેમની પાસે અક્ષયપાત્ર હતું અને એ પાત્રમાં ખીર વ્હોરી લાવીને પંદરસોને પારણું કરાવ્યું. પંદરસો જણાં પારણું કરી રહ્યા છે, તેમાંથી પાંચસોને કેવળજ્ઞાન થયું. પંદરસોને સાથે લઈને ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસે આવી રહ્યા છે. ભગવાન મહાવીરનું સમવસરણ જોતાં બીજા પાંચસોને કેવળજ્ઞાન થયું. ને ભગવાનની વાણી સાંભળતા ત્રીજા પાંચસોને કેવળજ્ઞાન થયું. સમવસરણમાં અલગ અલગ બેઠકો હોય છે. કેવળીઓને બેસવાની અલગ બેઠકો, છબસ્થોને બેસવાની અલગ બેઠકો. આ પંદરસો કેવળી પર્ષદા તરફ જવા લાગ્યા છે, ત્યારે ગૌતમ સ્વામીજી કહે છે, “તમે કઈ બાજુ ચાલ્યાં? એ તો કેવળી ભગવાન માટે છે. તે વખતે ભગવાન મહાવીર કહે છે, ગૌતમ, આશાતના ન કરો. તેઓ કેવળજ્ઞાની છે.” “ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન.' ગૌતમ સ્વામીને હજુ કેવળજ્ઞાન થયું નથી, અને પંદરસો તાપસોને કેવળજ્ઞાન થયું. આ તથ્ય છે અને ઐતિહાસિક ઘટના છે. આ વાસ્તવિકતા છે, આવું બન્યું છે. આવી અવસ્થા થઈ છે. પંદરસો તાપસને કેવળજ્ઞાન થયું અને ગૌતમસ્વામીજીને વિષાદ થયો કે આ ગઈકાલના તાપસો, હું તેમની સાથે રહ્યો, એમને કેવળજ્ઞાન થયું અને હું કોરો ઘાકોર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org