________________
૧૯૮
પ્રવચન ક્રમાંક - ૧૭, ગાથા ક્રમાંક - ૧૫ પ્રત્યક્ષ સગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય,
અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. એ પ્રત્યક્ષ સગુરુના યોગ વિના જે પણ કંઈ કરે તેનાથી દોષ ટળવાને બદલે દોષ બમણાં થાય. કમ સે કમ અહંકાર તો થાય જ. એ દશ ઠેકાણે કહે કે સવારે ચાર વાગ્યે ઊઠી જઈએ છીએ. તમારી જેમ પથારીમાં પડ્યા નથી રહેતાં. પલોઠી વાળીને બેસીએ છીએ. પ્રાણાયામ કરીએ છીએ. ધ્યાન કરીએ છીએ. ભાઈ! આ બધું તને કોણે પૂછ્યું હતું? પણ કહ્યા વગર ન રહી શકે. એક અનુષ્ઠાન કર્યું અને બીજો દોષ આવીને ઊભો રહ્યો. જીવને આ ટેવ પડી ગઈ છે. માટે એમ કહ્યું કે,
પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય,
અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. આ સોળમી ગાથાની સમાપ્તિ થઈ. આવતી કાલે સવારથી સતરમી ગાથાનો પ્રારંભ થશે. એક એક શબ્દ ધ્યાનથી સમજજો, સાંભળજો અને વિચારજો. ટ્યુનીંગ જેમ છે તેમ બેસાડજો.
સાધક અવસ્થામાં જાગ્રત રહીને જીવનની યાત્રા કરવાની છે. સતરમી ગાથામાં પરમકૃપાળુ દેવ અભુત વાત કરે છે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org