________________
૨૧ ૬
પ્રવચન ક્રમાંક - ૧૯, ગાથા ક્રમાંક - ૧૮ માનાદિક શત્રુ મહા, નિજ છંદન મરાય,
જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. શરીરમાં રોગ થાય તો ડૉક્ટરો મળશે, અર્થ ઉપાર્જન કરવું હશે તો સલાહકારો મળશે, ઈન્કમટેક્સમાં ગરબડ કરી છે તો ઉકેલનારા મળશે, પરંતુ અંદર ગરબડ થઈ છે તો તેને ઉકેલનાર કોણ મળશે? માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે જીવનમાં માન આદિ જે શત્રુઓ છે તેને પોતાના છંદે દૂર કરી શકાતાં નથી. જો પોતાના છંદે દૂર કરી શકતા હોત તો ક્યારનાં દૂર કરી દીધાં હોત. આજે જાત પ્રત્યે જોજો. અંદરમાં નિરીક્ષણ કરજો, અવલોકન કરજો કે અંદરમાં કષાયો છે ખરાં?
ચિદાનંદજી મહારાજે લાક્ષણિક શૈલીમાં કહ્યું કે “અવધૂ! ખોલી નયન અબ જાઓ. તું જરા આંખ તો ઉઘાડ, તારી કેવી હાલત થઈ છે ! જેમ કોઈ ઘર અવ્યવસ્થિત થયું હોય, વાળતાં ન હોય, બધું આડું અવળું પડ્યું હોય, અંદર બિલાડાં ફરતાં હોય અને અચાનક ઘરનો માલિક આવે ને કહે કે બેટા ! તું જરા ઘરની હાલત કેવી થઈ ગઈ છે તે તો જો. તેમ જ્ઞાની પુરુષ પણ આપણને કહે છે કે તું જો તો ખરો? તારી હાલત કેવી થઈ ગઈ છે ? અવધૂ! તારા આંતરિક ચક્ષુ ખોલ. આંતરિક નિરીક્ષણ કર, તું તારી જાતને જો.
મળી ચાર ચંડાળ ચોકડી, મંત્રી નામ ધરાયા. ચિદાનંદજી મહારાજે કહ્યું કે તું સમજી લે. ચાર ચંડાળ ભેગાં મળે એટલે ચંડાળ ચોકડી થઈ જાય, જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય, અને જેમ દોરવું હોય તેમ દોરે. આ ચાર ચોકડી એટલે અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધીમાન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ. આ ચંડાળ ચોકડી અહિત કરે છે. “મંત્રી નામ ધરાયા”, તેઓ મંત્રી થઈને બેઠાં છે. આપણને સલાહ આપે છે કે “સાહેબ, સાંભળી નહિ લેવાનું. સણસણતો જવાબ એને આપી દો. તમે ઢીલા નથી, નબળા નથી, પહોંચી વળો તેવા છો. એ તો મગતરા જેવો છે.” અંબાલાલભાઈની ટીકા છે, “માન અને પૂજા આદિનો લોભ એ મહાન શત્રુ છે. તે પોતાને ડહાપણે ચાલતાં નાશ ન પામે, પણ સદ્ગુરુનાં શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય.' આપણને તો શત્રુ હજી બહાર લાગે છે. જ્ઞાની કહે છે કે આપણું ખરેખર અહિત કરનાર પરિબળ બહાર નથી પણ અંદર છે, અને એ પરિબળમાં સૌથી પહેલાં માન શબ્દ મૂક્યો. આમ તો ક્રમ એવો છે કે ક્રોધ, માન, માયા, લોભ, પણ અહીં માન શબ્દ પહેલાં મૂક્યો કારણ કે આ માન અર્થાત્ અભિમાન સૌથી મોટો પરમાર્થ માર્ગમાં અવરોધ કરનાર શત્રુ છે. કહ્યું છે કે “જો માન ન હોત તો, અહીં જ મોક્ષ હોત.” જીવનું કંઈ પણ ખોટું કરનાર જો કોઈ હોય તો તે માન અર્થાત્ અહંકાર છે.
ગુરુપૂર્ણિમાનો દિવસ હતો. શિષ્ય ગુરુ પાસે જઈ રહ્યો છે, તેના બન્ને હાથોમાં નોટોના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org