________________
૧૧૬
પ્રવચન ક્રમાંક - ૧૧, ગાથા ક્રમાંક - ૧૦ બહુ ધીરજથી, બહુ શાંતિથી અને ખરેખર તો બહુ પ્રેમથી આ સૂત્રો સમજવા પ્રયત્ન કરજો.
આત્મબોધ જ્ઞાન નથી, આત્મબોધ શાસ્ત્ર જ્ઞાન નથી. આત્મબોધ એ આંતરિક ઘટના છે. “ભીતર કુછ હોતા હૈ', અંદર કંઈક થાય છે. આ એક ઘટનામાં એક અજ્ઞાત પરિબળનથી જાણતા તેવું પરિબળ અને એક જ્ઞાત પરિબળ-જાણીતું પરિબળ છે. બન્ને ભાગ ભજવે છે પણ બન્ને જુદા છે. જ્યારે ચર્ચા થશે ત્યારે સ્પષ્ટ થશે કે અજ્ઞાત પરિબળ તે અંદરમાં થતો દર્શનમોહનીય કર્મનો ઉપશમ, તે કેવી રીતે થાય? તે તમે જોઈ શકતાં નથી, થાય છે પણ જોઈ શકતા નથી, જાણી શકતાં નથી, પણ તેનું પરિણામ જાણી શકો. અનંતાનુબંધી ચાર કષાય અને દર્શનમોહ એ પાંચનો ઉપશમ થતાં અંદર જે અનુભવ થાય છે તેને કહેવાય છે આત્મબોધ. આપણે એમ કહીએ કે આત્મા છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આત્મા અજર-અમર અને અવિનાશી છે, તે જન્મતો નથી, મરતો નથી, શાશ્વત છે, તે ઉત્પાદુ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત છે. શું આ બોધ નથી? તો કહે છે ના, તે બોધ નથી પણ જ્ઞાન છે. હજારો શાસ્ત્રો કંઠસ્થ હોય તો પણ આ જ્ઞાન. પરમકૃપાળુ દેવે સિંહ ગર્જના કરી.
હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહિ” આપણે કયા જ્ઞાનનો ગર્વ કરવો? આપણે કદાચ પાંચ-દશ શાસ્ત્રો-ગ્રંથો વાંચ્યા હશે, કદાચ આત્મસિદ્ધિ કંઠસ્થ કરી હશે, તેમાં આટલો બધો ગર્વ? નવ પૂર્વમાં કેટલું જ્ઞાન છે તેની કલ્પના પણ નહિ કરી શકો. તે જ્ઞાનનો દરિયો છે. પર્યુષણ પર્વમાં આવે છે કે ઈન્દ્ર મહારાજાનો જે ઐરાવત હાથી તેના પ્રમાણ જેટલી કોરી શાહીનો ઢગલો થાય તેટલી શાહીથી જે લખાય તે એક પૂર્વ સામાન્ય રીતે બોલપેનમાં રીફીલની શાહી કેટલાય દિવસ ચાલે છે. બે હાથી પ્રમાણે શાહીથી લખાય તે બીજુ પૂર્વ, ચાર હાથી પ્રમાણ શાહીથી લખાય તે ત્રીજું પૂર્વ. આમ ઉત્તરોત્તર ડબલ ડબલ હાથી પ્રમાણ શાહીથી લખાય તેવા નવ પૂર્વ ભણેલો હોય. જ્ઞાની એમ કહે છે કે “પણ જીવને જાણ્યો નહિ” અને ન જાણ્યો હોય તો “એ સર્વ અજ્ઞાન ભાખ્યું', આ બધું અજ્ઞાન છે. નવ પૂર્વ ભણેલ હોય તો પણ અજ્ઞાની? પૂછવાનું મન થાય કે તમે કહો છો ને? તમારો અભિપ્રાય છે ને? તમારો મત છે ને? પરમકૃપાળુ દેવ કહે છે કે ના અમારો મત નથી “સાક્ષી છે આગમ મહી” આ પરમકૃપાળુ દેવની ખૂબી જુઓ, તેઓ પોતાના નામનો હવાલો આપતા નથી, તેઓ પોતાનું ખાતુ ખોલતાં નથી “સાક્ષી છે આગમો' દશવૈકાલિક સૂત્રમાં એક વાક્ય આવે છે, ‘ગાળી વિ #ારી', અદ્ભુત વાક્ય છે અને આ જે વાત આગમોમાં કહી તે જ વાત ઉપનિષદોમાં પણ કહી, તે તરફ આપણું ધ્યાન જતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org