________________
૧૪૦
પ્રવચન ક્રમાંક - ૧૩, ગાથા ક્રમાંક - ૧૧ દેવામાં હતી.
અદ્ભુત વાત કરી છે. આત્મબ્રાંતિનું સમાધાન કરવું હોય તો સદ્ગુરુનો સમાગમ જરૂરી છે. માત્ર શાસ્ત્રો વાંચીને નહિ થાય. આ કહીને શાસ્ત્રોની આશાતના કરવી નથી. શાસ્ત્રોને બાજુએ મૂકવા નથી, પણ શાસ્ત્રમાં શબ્દો છે, અને તમે તેને જે ઢાંચામાં ઢાળવા હોય તેમાં ઢાળી શકો છો, જે ફ્રેમમાં ફીટ કરવા હોય તેમાં ફીટ કરી શકો છો માટે પરમકૃપાળુ દેવે કહ્યું કે :
આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ. સમસ્યા એક જ છે. પ્રશ્ન એક જ છે. દર્દ એક છે. રોગ ઘણાં નથી, પણ અસરો ઘણી છે. રોગ તો એક જ થયો હોય હાર્ટએટેકનો, પણ ઊભો રહી શકતો નથી, બોલી શકતો નથી, ચાલી શકતો નથી, સૂઈ રહેવું પડે છે. શ્વાસમાં તકલીફ છે. લોહીનું પરિભ્રમણ બરાબર થતું નથી. ગભરામણ થાય છે. છાતીમાં દુ:ખે છે. આ તો બધી જુદી જુદી અસરો છે. અહીંયાં રોગ તો એક જ છે, અને તે માત્ર આત્માની ભ્રાંતિ છે, અને તે શાસ્ત્રોથી ભેદી શકાતી નથી.
એક વખત એક ઘટના ઘટી ઘટના તો બહુ નાની છે, પણ મઝાની છે. એક ભાઈને એવી ટેવ કે રાત્રે સૂતી વખતે જંગલ જવા માટે પાણીનો મોટો લોટો ખાટલા નીચે મુકે. સવારે ઊઠે, લોટો લઈને બહાર જાય. એક વખત એવું થયું કે થોડાંક છોકરાઓએ લાલ રંગ લોટાના પાણીમાં નાખી દીધો. હવે ભાઈ તો સવારે લોટો લઈને ગયા. પાણી લીધું. નીચે લાલ જોયું અને ધ્રાસકો પડ્યો કે લોહી તૂટી પડ્યું છે. પરાણે ઊભા થયા. પત્નીએ પૂછ્યું કે શું થયું? તો કહે હવે ઉપર જવાની તૈયારી છે. છોકરાને બોલાવ. આટલું બધું લોહી તૂટી પડ્યું હોય તો માણસ જીવતો કેમ રહે? ડૉક્ટરો આવ્યાં ને કહે કે બ્લડપ્રેસર ઘટી ગયું છે, સરક્યુલેશન બરાબર નથી. કોઈ જ્યોતિષી આવ્યા અને કહે કે શનિ નડી રહ્યો છે. અને કોઈ તાંત્રિકો આવ્યા ને કહે કે ભૂતપ્રેત નડી રહ્યા છે, તેમ જાતજાતની વાતો થવા લાગી. પેલો છોકરો ચમનીયો બહાર જાય અને અંદર આવે. કોઈકે પૂછયું અલ્યા ચમનીયા તારે શું કામ છે? તે કહે કે મારો લોટો ક્યાં ગયો? બીજો કહે કે તારે વળી લોટાને શું કરવો છે? છોકરો કહે કે એમાં મેં લાલરંગ પલાળ્યો હતો. ફટ લઈને બાપ બેઠો થઈ ગયો. બ્લડપ્રેશર ગયું, ભૂતપ્રેત ગયાં, ખરેખર એ લોહી નહીં પણ લાલ રંગ હતો. આ જે ભ્રાંતિ થઈ હતી તે ચમનીયાએ દૂર કરી. ચમનીયો જરૂરી છે. આ ભ્રાંતિ દૂર કરવી હોય તો ચમનીયો જોઈશે. એમ વર્તમાન સદ્ગુરુ એ ચમનીયા જેવા છે. તેના વગર ભ્રાંતિ દૂર નહિ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org