________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૮૫ રાખ્યા વગર ગુરુદેવને પૂછવું કે હે ગુરુદેવ! આ વાત મને સ્પષ્ટ થતી નથી. આ પૃચ્છના છે.
પછી ત્રીજો શબ્દ છે પરાવર્તના, નિત્ય વિચારવાં', શાસ્ત્રો વાંચી બાજુ પર નથી મૂકવાનાં. શાસ્ત્રો વાંચીને આત્માને વૈરાગ્ય અને ત્યાગથી ભાવિત કરવો છે. જ્ઞાનથી અને ધ્યાનથી ભાવિત કરવો છે. આત્મા ઉપર પ્રગાઢ શુભ અને શુદ્ધ સંસ્કાર નાખવા છે, તે માટે પ્રક્રિયા વારેવારે કરવી પડશે, તે માટે પરાવર્તના સ્વાધ્યાય.
સ્વાધ્યાયનો ચોથો પ્રકાર છે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એટલે અત્યંત ઊંડાણમાં જઈ તત્ત્વનું ચિંતન કરવું. એક યુવાને મુનિ જીવન સ્વીકાર્યું. શરીર તંદુરસ્ત અને સ્વસ્થ. થોડા મહિના પછી તેમના સ્વજનો મળવા આવ્યાં. તેમનું શરીર સુકાઈ ગયું હતું. ચિંતા થઈ અને સ્વજનો ગુરુદેવને પૂછે છે કે “ગામમાં શ્રાવકોના ઘર છે કે નહિ? ભિક્ષા બરાબર મળે તો છે ને?' તો કહે કે “હા મળે છે.' પછી પૂછ્યું કે તેઓ સુકાતા કેમ જાય છે?' ગુરુદેવ પણ વિચક્ષણ હતા. તેમણે કહ્યું “શ્રાવકો તો ભક્તિભાવપૂર્વક આહાર આપે છે પણ મુનિ એટલા માટે સુકાઈ જાય છે કે રાત અને દિવસ પ્રગાઢપણે એ તત્ત્વનું ચિંતન ઊભા ઊભા કરે છે. મુનિને કોઈ ચિંતા કે મૂંઝવણ નથી. અમે આજ્ઞા કરી છે, આહાર લો અને આહાર લે પણ છે, હાથમાં કોળિયો હોય અને તત્ત્વના ચિંતનમાં ઊતરી જાય. પાસેના મુનિ કહે કે મુનિરાજ ! હાથમાં કોળિયો છે. ઊભાં હોય અને તેમનું મન તત્ત્વ ચિંતનમાં ચાલ્યું જાય. ઊંઘમાં ગયા હોય તો ઝબકીને બેઠાં થાય.” તમને થતું હશે કે આટલું બધું તત્ત્વચિંતન?
અનુપ્રેક્ષા ધ્યાન છે, માત્ર સ્વાધ્યાય નહિ. છે સ્વાધ્યાયનું અંગ પણ જોડાણ છે ધ્યાન સાથે. સ્વાધ્યાય કરતાં કરતાં ધ્યાન. ધ્યાનમાંથી સ્વાધ્યાય અને સ્વાધ્યાયમાંથી ધ્યાન. ધ્યાનની ધારા તૂટી કે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા કરતાં કરતાં એવી અવસ્થા આવી કે ધ્યાનમાં ડૂબી ગયો. કાઠિયાવાડનો શબ્દ છે “ગરી ગયો” અર્થાત ડૂબી ગયો. ધ્યાનમાં ગરી ગયો, ઊંડો ઉતરી ગયો. અનુપ્રેક્ષા (ચિંતન) કરતાં કરતાં ધ્યાન અને ધ્યાનની ધારા તૂટે તો અનુપ્રેક્ષા સ્વાધ્યાય. આ ચાર કર્યા પછી કોઈ પાત્ર મુમુક્ષુ જીવ જો હોય તો એને જે કંઈ પણ શાસ્ત્રો પોતે વાંચ્યા છે તેનું નમ્રતાપૂર્વક તેની પાસે નિવેદન કરે તો તેને કહેવાય છે ધર્મકથા. આ વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ સ્વાધ્યાયના પાંચ પ્રકારો છે, તેથી તે નિત્યવિચારવા.
છેવટે ભલામણ કરી કે, “કરી મતાંતર ત્યાજ.” મત અને મતાંતર છોડો. નવા તો ઊભા કરશો જ નહિ. પણ જે લઈને આવ્યા છો તે છોડજો. આપણે કોઈને પૂછીએ કે તમે કોણ? તો કહેશે સ્થાનકવાસી, તમે? દેરાસરી. તમે? દિગંબર. તમે? તેરાપંથી. તમે? ચોથવાળાં, તમે? પાંચમવાળા. તમે? છ કોટિવાળાં. અમે ખરતરવાળા, પણ મહાવીરવાળાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org