________________
૧૮૪
પ્રવચન ક્રમાંક - ૧૬, ગાથા ક્રમાંક - ૧૪ માટે આ વાત અમારે ફરી કહેવી પડી. જેને સદ્ગુરુનો યોગ મળી આવ્યો છે, તેને તો સદ્ગુરુ આજ્ઞા કરે તે જ શાસ્ત્રો વાંચવા અને તેનું અવગાહન કરવું તેમાં જ તેનું કલ્યાણ છે. કેમ? કારણ કે સદ્ગુરુ વ્યક્તિના વ્યક્તિત્વનું માપ કાઢીને, એની આંતરિક અવસ્થા લગભગ લગભગ જાણીને, એ ભૂમિકાની સાથે શું સંગત છે તેનો વિવેકપૂર્વક નિર્ણય કરીને, ઊંડા ઊતરીને આજ્ઞા કરે છે કે તમારે આ શાસ્ત્રો વાંચવા. આ સગુરુની કાળજી તમારા ખ્યાલમાં આવી ? આવી કાળજી મા કે બાપ ન લે તેવી તેમણે લીધી. તેથી મને આત્માનું ભાન થશે એવો સાધકને ઉલ્લાસ હોય. સદ્દગુરુએ મૂલ્યાંકન કર્યું અને આજ્ઞા કરી કે યોગ વશિષ્ઠનું વાંચન કરજો. આનો અર્થ એવો થયો કે જે જીવે હજુ વીતરાગ માર્ગની પરંપરા જાણી નથી, તેનાથી દૂર છે, તેથી યોગ વશિષ્ઠના બે મહત્ત્વના પ્રકરણો વૈરાગ્ય અને ઉપશમ વાંચવાનું કહ્યું. તેના દ્વારા વૈરાગ્ય અને ઉપશમની પ્રાપ્તિ થાય. જેને યોગસાધના કરવી છે તેને યોગની આઠ દૃષ્ટિ છે તેનું અધ્યયન કરજો એમ કહ્યું. ધ્યાન તરફ જેની પ્રગાઢ રુચિ છે અને જેનામાં દ્રવ્યાનુયોગના ગહન સાગરમાં પ્રવેશ કરવાની ક્ષમતા છે તેને એમ કહ્યું કે દ્રવ્યાનુયોગ તે પરમ ગંભીર શાસ્ત્ર છે અને તેના દ્વારા આત્માનું ભાન થશે, માટે તે નિત્ય વિચારજો એમ કહ્યું. “તે તે નિત્ય વિચારવા', એકપણ શબ્દ વધારે કે ઓછો કરવા પરમકૃપાળુદેવ તૈયાર નથી. તે તે સદ્ગુરુએ જે જે કહ્યાં તે તે નિત્ય વિચારવાં. ઉપનિષદ્ધાં કહ્યું છે કે તમે આહાર લો છો, રોજ નિદ્રા લો છો, રોજ સ્વાધ્યાય પણ કરો છો, કદાચ કોઈ વખત તમને સમય ન મળે તો આહાર કેનિદ્રા ન લેશો. વ્યવસાય ન કરશો પણ સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરશો. આ બધું ઓછું થશે તો ચાલશે પણ સ્વાધ્યાય નહિ થાય તો નહિ ચાલે. આપણે મુંબઈ સમાચાર જેવી રીતે વાંચીએ છીએ તેવી રીતે શાસ્ત્રો ન વંચાય.
સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા.
પ્રથમ શબ્દ છે વાચના. વાચના એ જૈન પરંપરાનો શબ્દ છે. આચાર્યશ્રી, જ્ઞાની પુરુષ સૂત્રનું વાંચન કરે અને શિષ્યો વિધિપૂર્વક શ્રવણ કરે તે પ્રક્રિયાને વાચના કહે છે. સાંભળવું નહિ પણ શ્રવણ. મન બહુ વ્યાકુળ હશે, મન ચંચળ કે અટવાયેલું હશે, મોહ માયામાં ફસાયેલું હશે, બહુ વિચારોથી આકુળ વ્યાકુળ હશે તો તમે શાસ્ત્રો સાંભળવા છતાં સાંભળી નહિ શકો. હૈયા સુધી શબ્દો નહિ જાય, કાન સુધી જ આવશે. એ સાંભળ્યા પછી એકાંત હોય, મૌન હોય, નિવૃત્તિ હોય, આરંભ પરિગ્રહનું અલ્પત્વ હોય, શાંત ચિત્ત હોય, સ્વસ્થતા હોય, નિવૃત્ત મન હોય તો તેની વારંવાર વિચારણા કરવી. અવગાહન અને ચિંતન કરવું. વિચારણા કરતાં કરતાં કદાચ કોઈ વાત સ્પષ્ટ ન થાય, ન સમજાય તો સંકોચ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org