________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૯૧ સત્તા, ૨. વૃત્તિઓ અને વાસનાની સત્તા, ૩. મોહને કષાયોની સત્તા, ૪. અહંકારની સત્તા, અને ૫. ઈચ્છા પ્રમાણે ડહાપણ ડહોળવાની સત્તા. આ પાંચ સત્તાઓનો સરવાળો તેનું નામ સ્વછંદ છે.
આ સ્વચ્છેદ શું છે? તેને વિગતવાર સમજીએ. છંદ એટલે નાદ, ધૂન. કોઈને પીવાની કોઈને જુગાર રમવાની ધૂન લાગી જાય છે. કોઈને સટ્ટો રમવાની તો કોઈને ખટપટ કરવાની ધૂન લાગી હોય છે. કોઈ ઠેકાણે શાંતિથી લોકો રહેતાં હોય ત્યાં કંઈક કરો એમ કહીને હોળી સળગાવે એટલે લડાઈ ચાલુ થઈ જાય. આ પાંચેની સત્તા મળે, આવી અવસ્થામાં જે પણ કંઈ કરવું તેને કહેવાય છે સ્વચ્છંદ. પછી જપ કરતાં હોય, વ્રત કરતાં હોય, યોગ સાધતા હોય, પૂજાપાઠ કરતા હોય, પરમકૃપાળુદેવ તેને સ્વચ્છંદ કહે છે.
આ રોગ કંઈ નવો નથી. ઘણો જૂનો છે આ રોગ. પાંચ દસ વર્ષ જો રોગ રહે તો ડૉક્ટરો હાથ ધોઈ નાખે છે. હવે અમારું કામ નથી. પણ તે વખતે કોઈ ડૉક્ટર એમ કહે કે હું આનો સ્પેશ્યાલિસ્ટ છું. ભલે આવો જૂનો રોગ છે પણ તેના ઉપર હું કામ કરીશ. આ સ્વચ્છંદનો રોગ તો અનાદિકાળનો છે. તો ““જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઇચ્છાએ ચાલ્યો છે'' સાચી સમજણ હોત, ડહાપણ હોત, વૃત્તિઓનું શાસન ન હોત, કષાયોનું સામ્રાજ્ય ન હોત અને પોતાના ડહાપણે ચાલત, તો તે માન્ય હતું, બરાબર હતું. પણ સત્તા પાંચેની અને ચાલે છે પોતાના છંદ. સત્તા અજ્ઞાનની અને ચાલે છે પોતાના છંદે. સત્તા વાસનાઓ અને કષાયોની અને કરે છે પોતાના છંદે. સત્તા અહંકારની અને કરે છે પોતાના છંદે. અનંતકાળથી અનંતવાર વિવિધ પ્રકારની ધર્મ સાધના કરવા છતાં એ સફળ ન થઈ તો તેનું એક જ કારણ છે-સ્વછંદ. શું લાગે છે તમને ? તમારી મહેનતને નિષ્ફળ જવા દેવી નથી, નકામી જવા દેવી નથી. તમે જે મહેનત કરો તે સફળ થાય. ખેડૂત મહેનત કરી ખેતરમાં વાવે અને પાશેર પણ અનાજ ન ઊગે તો ખેડૂત રાજી થાય? તેને દુઃખ થાય કે વાવ્યું ઘણું પણ ઊગ્યું નહિં. લાખોનો વેપાર કર્યો પણ નફો થયો નહિ. અનંતકાળમાં અનંતવાર ઘર્મ કરવા છતાં કંઈ પ્રાપ્ત થયું નહિ. તમને થશે કે આ કોણ લૂંટી ગયું? કયો ચોર અંદર બેઠો છે, જે ચોરી કરાવે છે? તેનું નામ છે સ્વછંદ.
પરમકૃપાળુ દેવે કહ્યું “રોકે જીવ સ્વછંદ તો” તેમાં રોકે શબ્દ વાપર્યો છે. રોકવું એ બહુ બળવાન શક્તિશાળી માણસનું કામ છે. સહેલું કામ નથી. નદીનું પૂર આવતું હોય તો તેને બે હાથથી રોકવું સહેલી વાત નથી. ફૂલ સ્પીડમાં ૧૨૦ માઈલની ઝડપે આવતી ગાડીને રસ્તા વચ્ચે ઊભા રહીને રોકવી સહેલી વાત નથી. પણ એ ગાડીને પણ કદાચ રોકી શકાય, તૂટેલા પૂલને સાંધી શકાય, નદીના પૂરને રોકી શકાય પણ સ્વચ્છંદ રોકવો ઘણો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org