________________
૧૯૦
પ્રવચન ક્રમાંક - ૧૭, ગાથા ક્રમાંક - ૧૫ છો. કોને જ્ઞાની કહેવો? શાસ્ત્રો ભણે ને જ્ઞાન મેળવે, તે જ્ઞાન નહિ. જ્ઞાન તો આંતરિક અવસ્થા છે, માટે શાસ્ત્ર ન જાણતો હોવા છતાં જ્ઞાની હોઈ શકે છે. અને અન્ય કંઈપણ જાણતો ન હોય તો પણ જ્ઞાની હોઈ શકે છે. તેથી સાચા અર્થમાં જ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાન કોને કહેવાય તેનું સ્પષ્ટીકરણ કરીએ છીએ. એક અજ્ઞાનની સત્તા જીવ ઉપર છે. કારણ કે યથાર્થ, સાચું અને વાસ્તવિક એ જાણતો નથી અને જાણતો નહિ હોય તો અજ્ઞાની કરશે શું?
અજ્ઞાની પુણ્ય પાપનો ભેદ તે નવિ જાણે,
નય ગમ ભંગ પ્રરૂપણા હઠવાદે તાણે. પૂજામાં એમ આવે છે કે અજ્ઞાની પુણ્ય પાપનો ભેદ તો જાણતો નથી, પણ નય, નિક્ષેપ, પ્રમાણ, સપ્તભંગી, નિશ્ચયનય વ્યવહારનય એ બધી વાત કરીને હઠવાદમાં તાણાતાણ કર્યા કરે છે, તેથી અજ્ઞાની અટકીને ઊભો છે. વાંચ્યું ઘણું, સાંભળ્યું ઘણું, કર્યું પણ ઘણું, છતાં અટકીને ઊભો છે.
બીજી આપણા ઉપર વૃત્તિઓની અને વાસનાઓની સત્તા છે. અનંતકાળથી આ વાસનાઓની સત્તા આપણા આત્મા ઉપર મજબૂત રીતે કામ કરી રહી છે. તત્ત્વજ્ઞાનમાં જૈન પરિભાષામાં સંજ્ઞા શબ્દ છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા આ ચાર સંજ્ઞાઓ છે. તેમજ બીજી બાર સંજ્ઞાઓ છે. ક્રોધ સંજ્ઞા, માન સંજ્ઞા, માયા સંજ્ઞા, લોભ સંજ્ઞા, ઓધ સંજ્ઞા, દુઃખ સંજ્ઞા, સુખ સંજ્ઞા, મોહ સંજ્ઞા, ધર્મ સંજ્ઞા, શોક સંજ્ઞા, જુગુપ્સા સંજ્ઞા. સંજ્ઞા એટલે મોહને ઓળખવાનું ચિન્હ. આનાથી મોહઓળખાય. આહારની વૃત્તિ રહેતી હોય તો સમજવું કે અંદર મોહ કામ કરે છે. સંગ્રહની વૃત્તિ રહેતી હોય તો સમજવું કે પરિગ્રહ કામ કરે છે. ક્રોધના આવેશ આવે તો સમજવું કે મોહનું શાસન કામ કરે છે. મોહ સોળે કળાએ ખીલ્યો છે, મોહનું જોર છે, મોહનું સામર્થ્ય છે. સંજ્ઞા એટલે ચિન્હ, લક્ષણ. આ સોળ સંજ્ઞાનું શાસન આ જીવાત્મા ઉપર રહેલ છે.
ત્રીજી મોહ અને કષાયોની સત્તાઃ તમે ભલે ગમે તે માનતા હો પણ અધિકાર મોહનો છે, અધિકાર કષાયોનો છે. એ આપણને તાણી જાય છે, ખેંચી જાય છે. ભૂલભૂલામણીમાં નાખી દે છે. છેલ્લે કહીએ છીએ કે મારે ક્રોધ નહોતો કરવો અને થઈ ગયો. કેમ? તું બહારગામ ગયો હતો? થાય કેવી રીતે? પણ આ સત્તા કામ કરે છે.
ચોથી સત્તા અહંકારની સત્તા અને છેલ્લી પાંચમી સત્તા તે પોતાની ઇચ્છા અને પસંદગી પ્રમાણે પોતાનું ડહાપણ ડહોળવાની સત્તા.
આ પાંચ સત્તા તળે જીવ જે પણ કરે છે અને જ્ઞાનીઓ સ્વચ્છંદ કહે છે. ૧. અજ્ઞાનની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org