________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૮૩ છે. પણ મારા પેટમાં આંતરડા જ નથી. ઘણાં ડૉક્ટરોને બતાવ્યું. ડૉક્ટરો કહે છે આંતરડા છે. પણ હું કહું છું કે આંતરડા નથી.' ડૉક્ટરો તેને સમજાવે છે પણ તે માનવા જ તૈયાર નથી. હવે આને કોણ સમજાવશે ? ઠીક છે. આંતરડા છે, તે માનવા તૈયાર થાય પણ અજ્ઞાન દશામાં જ્ઞાનદશા માની બેસે, તેને કઈ રીતે સમજાવી શકાય? જગતમાં અનંત જીવો અટકી ગયા છે. એમણે બ્રહ્મચર્ય પાળ્યું, એઓ અહિંસક બન્યાં, સત્યનિષ્ઠ અને વ્રતધારી બન્યાં, એમણે કર્મકાંડો કર્યા. તેઓ એકાંતમાં ગયા, મૌન રહ્યા, પ્રાણાયામ કર્યા; યોગસાધના કરી, પદ્યક્રભેદન કર્યું, કુંડલિની જાગૃત કરી, સારું બોલતાં આવડ્યું અને માન્યું કે મારામાં જ્ઞાનદશા છે.
ચોથો દોષ તે શાસ્ત્ર અભિનિવેશ. અભિનિવેશ એટલે ખોટો આગ્રહ, કદાગ્રહ. અને તેનું દઢીકરણ તેને કહેવાય છે અભિનિવેશ. બુદ્ધિપૂર્વક ખોટાનું દઢીકરણ. જે ખોટું છે તે
ખોટું'' જ સાચું છે, તેવું દઢ કરવું તેને કહેવાય છે દઢીકરણ. મૃત્યુનો ભય આપણને લાગે છે. એ અભિનિવેશ છે. કારણ કે વારંવાર દેહ છોડવો પડ્યો. સાપ કાંચળી ઉતારે તેમ અથવા આપણે જેમ કપડાં બદલીએ છીએ એવી રીતે આપણે દેહ છોડ્યો નથી. આપણને તો દેહ છોડવો જ નથી, અને દેહ છોડતી વખતે આપણને ભય લાગે છે, કંપન થાય છે. મૂંઝવણ થાય છે, વ્યાકુળ થવાય છે. આવા સંસ્કાર લઈને આપણે નવા દેહમાં જઈએ છીએ અને પૂર્વનો ભય ત્યાં પણ કામ કરે છે, અને એ દૃઢ થતાં થતાં જે અવસ્થા થાય તેને કહેવાય છે અભિનિવેશ. એમ શાસ્ત્રો વાંચીને જે ખોટું છે, બુદ્ધિથી વારંવાર ઘૂંટી ઘૂંટીને નિર્ણય જે કર્યો તેને કહેવાય છે અભિનિવેશ. લોકો કહે છે, યજ્ઞમાં હિંસા કરવી કોઈ દોષ નથી. કોઈ પૂછે કે કેમ? તો કહે છે કે શાસ્ત્રોમાં કહ્યું છે કે પશુઓનું સર્જન યજ્ઞ માટે જ થયું છે. હજારો પશુઓનો વધ વિના વાંકે થયો હશે. પહેલી વખત જેણે આ કાર્ય કર્યું હશે તેને ખબર નહિ હોય કે આનું ભયંકર પરિણામ ભવિષ્યમાં શું આવશે? હજારો પ્રાણીઓ ખતમ થાય છે, અને તે પણ શાસ્ત્ર અને ધર્મના નામે. આ અભિનિવેશ નામનો ચોથો દોષ ઉત્પન્ન થાય છે.
શાસ્ત્રો કયા અને કેવી રીતે વાંચવા તેની યથાર્થ સમજણ ન હોય માટે કૃપાળુ દેવે કહ્યું, અથવા સદ્ગુરુએ કહ્યાં', આ “અથવા” શબ્દ આટલા માટે વાપરવો પડ્યો કે અમારે જે વાત કરવી હતી તે તેરમી ગાથામાં કહી દીધી હતી.
આત્માદિ અસ્તિત્વના, જેહનિરૂપક શાસ્ત્ર,
પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. વાત પૂરી થઈ ગઈ હતી, પણ લાલ લીટી કરીને, આ ચાર બાબતો વચમાં ન આવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org