________________
૧ ૬ ૨
પ્રવચન ક્રમાંક - ૧૫, ગાથા ક્રમાંક - ૧૩
પ્રવચન ક્રમાંક - ૧૫
ગાથા ક્રમાંક - ૧૩ સગરનો યોગ ન હોય તો શાસ્ત્રો આધારરૂપ છે
આત્માદિ અસ્તિત્વના, જેહ નિરૂપક શાસ્ત્ર,
પ્રત્યક્ષ સદ્ગુરુયોગનહિ, ત્યાં આધાર સુપાત્ર. (૧૩) ટીકા જે જિનાગમાદિ આત્માના હોવાપણાનો તથા પરલોકાદિના હોવાપણાનો ઉપદેશ
કરવાવાળાં શાસ્ત્રો છે, તે પણ જ્યાં પ્રત્યક્ષ સરુનો જોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે; પણ સદ્ગુરુ સમાન તે ભ્રાંતિના છેદક કહી ન શકાય. (૧૩)
મતાર્થી અવસ્થા ટાળીને, આત્માર્થી અવસ્થા સિદ્ધ કરવી છે. આ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જ આત્માના ષપદની વાત થઈ શકશે. પરમકૃપાળુદેવે આ પર્ષદની વાત ગુરુશિષ્યના સંવાદરૂપે કહી છે. ગુરુશિષ્યનો સંવાદ પ્રારંભ કરતાં પહેલાં ૪ર ગાથાઓમાં પૂર્વ તૈયારીની વાત તેઓએ કરી છે. જેમ સંગીતની મહેફીલમાં શાસ્ત્રીય સંગીતનો પ્રારંભ કરતાં પહેલાં અર્ધા કલાક સાજ મેળવાય છે, આ અડધો કલાક માથાના દુઃખાવા સમાન હોય છે. હથોડી હાથમાં હોય, તબલા ઠોકતો હોય, હાર્મોનિયમ વગાડતો હોય, આપણને લાગે સમય બગાડે છે, પણ સમય બગાડતો નથી, સાજ મેળવે છે. સાજ બરાબર હોય તો કલાકોના કલાકો-આખી રાત મહેફીલ જામે છે, તેમ જો ગુરુ-શિષ્યના સાજ મળ્યા હોય તો ગુરુ શિષ્યનો સંવાદ સુંદર થાય છે.
મતાર્થી અવસ્થા દૂર થાય, આત્માર્થી અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે સુવિચારણા પ્રગટ થાય છે, એમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી મોહનો ક્ષય થાય છે, અને મોહનો ક્ષય થયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષના આ અંતિમ ચરણ સુધી યાત્રા કરવા માટે આત્માના પર્પદનો સંવાદ અત્યંત ઉપયોગી છે, અને તેનો પ્રારંભ કરતાં પહેલાં પરમકૃપાળુદેવે અદ્ભુત વ્યવસ્થા આપી છે.
આ માત્ર બુદ્ધિશાળીનું કે માત્ર તત્ત્વચર્ચા કરનારાઓનું કામ નથી. જેને અંતઃકરણમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org