________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૫૩ એજન્સી કરે છે અને તે છે સગુરુ. સદ્દગુરુનું કામ વીતરાગ પુરુષને, જિન સ્વરૂપને સમજાવવાનું છે. સગુરુ મુમુક્ષુને જિનેશ્વરનું સ્વરૂપ સમજાવે છે. સદ્દગુરુનો ઉપદેશ, જ્ઞાની પુરુષનો ઉપદેશ વીતરાગ થવાનો ઉપદેશ છે. રાગનું પોષણ થાય એવો ઉપદેશ સદ્ગુરુ ક્યાંય પણ આપતા નથી. વીતરાગતાનું પોષણ થાય તેવો જ ઉપદેશ સગુરુ આપે છે. હવે આ ગાથા સમજીએ.
સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જિન સ્વરૂપ,
સમજ્યા વણ ઉપકાર શો, સમજે જિન સ્વરૂપ. (૧૨) બહુ માર્મિક ગાથા છે કે આપણે વીતરાગ પુરુષને સમજવાના છે અને એવા વીતરાગ પુરુષને સમજાવશે કોણ? સગુરુ. વીતરાગ પુરુષની ઓળખાણ માટે સદ્ગનો ઉપદેશ જરૂરી છે.
સાધનાનો પ્રારંભ જેને કરવો છે તેણે સૌથી પહેલાં સદ્ગરનો યોગ પ્રાપ્ત કરવો અને પછી વીતરાગ પુરુષને શોધવા. સદ્ગના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહિ. પોતાની મેળે, પોતાની કલ્પનાથી ન સમજાય, શાસ્ત્રો વાંચીને પણ ન સમજાય. આ જિન ભગવાન રહસ્યમય પુરુષ છે. જગતમાં સૌથી મોટું આશ્ચર્ય પિરામીડ નથી, સૌથી મોટું આશ્ચર્ય વિશ્વની સુંદરીઓ નથી. સૌથી મોટું આશ્ચર્ય તો વીતરાગ પુરુષ છે કે જેણે રાગદ્વેષ જીત્યા છે. અનંતકાળથી આપણને રાગદ્વેષે જકડી લીધા છે. આનંદઘનજીએ કહ્યું :
જે તે જીત્યારે તેણે હું જિતિયો રે, પુરુષ કિશ્ય મુજ નામ. મને પુરુષ કહેવડાવતાં શરમ આવે છે કારણ તમે જેને જીત્યા એણે અમને જીતી લીધા. પ્રભુ ! તમે રાગ દ્વેષને જીત્યા અને એ રાગદ્વેષે અમને જીતી લીધાં. પ્રભુ! અમે રાગ વૈષને જીત્યાં નથી.” આવું સ્વરૂપ સમજ્યા વિના ઉપકાર શો થાય? બહુ માર્મિક વાત છે. તીર્થંકર પરમાત્માનો આપણા ઉપર મોટો ઉપકાર છે. પણ તે કેવી રીતે સમજાય? વીતરાગ પુરુષને સમજો તો સમજાય. સગુરુના ઉપદેશથી જિનનું સ્વરૂપ જો સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે. જેને જિન થવું છે તેણે જિનને શોધવા પડશે, જાણવા પડશે, અને ઓળખવા પડશે.
સદ્ગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂ૫. તમે જ્યારે સદ્ગુરુ પાસે જાવ છો ત્યારે સદ્ગુરુ વીતરાગતાનો બોધ આપે છે. વીતરાગ પુરુષની ઓળખાણ કરાવે છે. તારે વીતરાગ થવાનું છે, એમ સદ્ગુરુ કહેશે. સદ્ગુરુના ઉપદેશથી જિનનું રૂપ કેવું છે? તેને પોતે સમજે અને શું થાય તો તે પામે નિજ દશા” તો એનાથી પોતાની દશાને, નિજદશાને પોતે પ્રાપ્ત કરે છે. સવાલ એ છે કે આપણે આપણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org