________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૪૭ સ્થાપવો નથી. આગળ આવવું નથી, મોટાઈ જોઈતી નથી, તેમને કંઈ જ જોઈતું નથી.
આ જગતની અંદર જુદા જુદા માણસો જુદી જુદી વાત કરે છે. શાસ્ત્રો એના એ, પણ પોતાના નામે વાતો જુદી જુદી કરે છે. શબ્દના અનેક અર્થ થાય. શબ્દનો તાલ ક્યાં બેસાડવો એ જે જાણે છે તેને કહેવાય છે સદ્ગુરુ. હારમોનિયમ આપણને કોઈ આપે અને આપણે વગાડવા માંડીએ ત્યારે પાડોશી આવીને હાથ જોડે, સાહેબ ! કૃપા કરી બંધ કરો, માથું ચડી ગયું. એ હારમોનિયમ સંગીતકારના હાથમાં આવે તો તમે ડોલવા લાગો છો. શું કર્યું તેણે? તેને સ્વર મેળવતા આવડે છે. સદ્દગુરુ એને કહેવાય જેને બધા સ્વર મેળવતા આવડે છે. આ તીર્થકર, આ જ્ઞાની પુરુષ, આ શાસ્ત્ર, આ માર્ગ, આ મર્મ, આ બ્રાંતિ, આ રોગ અને આ એની દવા. આ સવારે, આ બપોરે અને આ સાંજે લેવાની. અર્ધા કલાક પછી પાણી પીવાનું. વચમાં ખાવાનું નહિ. તીખું, તળેલું અને ખાટું ન ખાવું. આવું બધું શાસ્ત્રો નહિ કહે. આ જ્ઞાની પુરુષ કહેશે, એટલા માટે એમ કહ્યું કે “તમારું લક્ષ જ્ઞાની પુરુષ તરફ આવે, તે માટે આ વાત કરી, છતાં જ્ઞાની પુરુષને પોતાનું મહત્ત્વ વધારવું નથી. તેઓ પોતાની જાતને આગળ કરતાં નથી.”
હવે બારમી ગાથામાં એમ કહે છે કે “સગુરુના ઉપદેશ વણ સમજાય ન જિનરૂપ.” ભાઈ ! છેવટે તો જિનેશ્વરના સ્વરૂપને સમજવાનું છે, અને તે સમજાવવાનું કામ સગુરુ કરશે. એમના વગર જિનેશ્વરનું સ્વરૂપ નહિ સમજાય, અને જિનેશ્વરનું સ્વરૂપ સમજ્યા વગર જ્ઞાન જીવનમાં કેવી રીતે કામ કરશે. સાંજના બારમી ગાથાઓ પ્રારંભ થશે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org