________________
૧૩૭
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
પરકૃપાળુ દેવે પોતાનું મહત્ત્વ વધારવા માટે કે તીર્થકર આદિ મહાપુરુષોનું અથવા શાસ્ત્રોનું મહત્ત્વ ઘટાડવાના માટે આ ગાથા કહી નથી. તીર્થકર આદિનું મહત્ત્વ ઘટાડવું અને પોતાનું મહત્ત્વ વધારવું એ તીર્થકરો આદિની ઘોર આશાતના છે અને તે મહામોહનીય કર્મના બંધનું કારણ છે. આ પરમ સત્યને તેઓ બરાબર જાણે છે. શ્રીમદ્જીને પોતાનો કોઈ સંપ્રદાય સ્થાપવો નથી. લઘુરાજ સ્વામીજીએ શ્રીમજીને કહ્યું, પ્રભુ! તમે અમને ક્યાંયના ન રાખ્યા, ન રાખ્યા તપામાં, ન રાખ્યાં શ્વેતાંબરમાં, ન રાખ્યાં દિગંબરમાં કે ન રાખ્યા સ્થાનકવાસીમાં. સીધા અમને ઊંચકીને આત્મામાં મૂકી દીધાં. આ કોઈ સંપ્રદાયની વાત નથી. શ્રીદમજીને પોતાનો કોઈ સંપ્રદાય સ્થાપવો નથી કે પોતાનો મત ઊભો કરવો નથી. એમના નામથી કોઈ સંપ્રદાય સ્થાપે તો એ જુદી વાત છે, પણ તેમને તો વીતરાગ પરમાત્માના માર્ગથી કોઈ અલગ માર્ગ પ્રગટ કરવો નથી. આ ગાથા સમજવા માટે આ ભૂમિકા સમજવી અત્યંત જરૂરી છે, અને શ્રીમદ્જીના નામે કોઈ સંપ્રદાય ઊભો કરે કે મતમતાંતર ઊભા કરે તો એ શ્રીમદ્જીની ઘોર આશાતના થશે, કારણ કે તેનાથી મહામોહનીય કર્મનો બંધ થાય છે.
પરમકૃપાળુ દેવ સત્યના પરમ પ્રકાશક હતાં, તેમણે કોઈ ભય રાખ્યો નથી, કોઈની શરમ રાખી નથી. કોઈની શેહમાં તણાયા નથી, કોઈના વિરોધ વચ્ચે એ ડોલાયમાન થયા નથી. કેવા બહાદુર પુરુષ ! સિંહની જેમ તેમણે ગર્જના કરી છે, આજે શ્રીમજીની વાત કરવી બહુ સહેલી છે, કારણ કે ભૂમિકા તેઓએ તૈયાર કરી છે, પણ જે વખતે આજુબાજુમાં પ્રચંડ વિરોધ હતો તે વખતે સત્યને બહાર લાવી, સત્યની ઉદ્ઘોષણા કરવી એ વનરાજના સામર્થ્ય કરતાં પણ વધારે સામર્થ્ય માગી લે તેવું છે. જેમના બંધારણમાં વિશાળતા છે, ઉદારતા છે, મધ્યસ્થતા છે, નિરાગ્રતા છે એવા શ્રીમજી વીતરાગ પરમાત્માને શાસ્ત્રોને અને થઈ ગયેલા મહાપુરુષોને કદાપિ બાજુ પર ન મૂકે. આ વીતરાગ પુરુષનાં વચનામૃતો બોલતાં બોલતાં તેમનું હૈયું ભરાઈ જાય છે. તેઓએ કહ્યું કે, “ઓ કુંદકુંદાચાર્યજી ! અમારી સ્થિર વૃત્તિમાં તમારાં વચનો અમને ઉપયોગી થઈ પડ્યાં.” જે મહાપુરુષ સૌભાગ્યને પણ યાદ કરે છે તે શાસ્ત્રોને, જ્ઞાની પુરુષોને, તીર્થકરોને કે વીતરાગ પરમાત્માના માર્ગને બાજુ ઉપર મુકે ખરા? “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી,” તે કાવ્યમાં છેલ્લી કડીમાં તેમણે કહ્યું કે “જિનેશ્વરતણી વાણી જાણી તેણે જાણી છે,” આ બોલતાં બોલતાં જેમના હૈયામાં અલૌકિક ભાવ ઉત્પન્ન થાય છે, આવું ગાનાર તે મહાપુરુષે આ ગાથા લખી છે.
તેઓ એક મહત્ત્વની વાત કરે છે. વર્ષો પહેલાં કે સાત પેઢી પહેલાં આપણાં કુટુંબમાં સાંદિપની કે મહર્ષિ વ્યાસ જેવા કોઈ મહાન શિક્ષક થયા હોય અને આજે વિદ્યાર્થી જો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org